જામનગર શહેરના મયુરનગર વામ્બે આવાસ રોડ પરથી એલસીબીની ટીમે પસાર થતી કારને આંતરીને દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લઇ રૂા.1.86 લખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં મયુરનગર વામ્બે આવાસ રોડ પરથી દારૂના જથ્થા સાથે કાર પસાર થવાની એલસીબીના ઘનશ્યામભઈ ડેરવાડિયા, ભરતભાઈ ડાંગર અને સુમિતભાઈ શિયારને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ પી.એન. મોરી, સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યમાભાઈ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમિતભાઈ શિયાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની કાર પસાર થતા આંતરી લીધી હતી.
એલસીબીની ટીમે જીજે-03-એફડી-7618 નંબરની કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.31000 ની કિંમતનો 155 લીટર દેશી દારૂ અને 5000 નો મોબાઇલ તથા દોઢ લાખની કાર સહિત કુલ રૂા.1,86,000 ના મુદ્દામાલ સાથે અશોક બુધિયા જાગરીયા (રહે. ધારાગઢ) નામના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો સલમાબેન સીરાજ સુમરા નામની મહિલા દ્વારા સપ્લાય કરાયો હોવાનું તેમજ જામનગરમાં વેલનગરમાં રહેતાં જિગ્નેશ ઉર્ફે જીગો નરશી રાઠોડ નામના શખ્સે મંગાવ્યો હોવાની કેફિયતના આધારે એલસીબી એ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.