ભારતીય જનતા પાર્ટી આંતરરાષ્ટ્રીય સ્તરે તેની છબી બનાવવા માટે આયોજન કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ભાજપે પ્લાન તૈયાર કર્યો છે. ભાજપ પાર્ટીના સ્થાપના દિવસ પર ભાજપને જાણો કાર્યક્રમની શરૂઆત કરી રહી છે.
આ અંતર્ગત બીજેપી અધ્યક્ષ વિશ્ર્વના અન્ય દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. પ્રથમ તબક્કામાં, જેપી નડ્ડા સાંજે 4 વાગ્યે 13 દેશોના રાજદૂતો/ઉચ્ચાયુક્તો સાથે વાતચીત કરશે. તેમાંBimstec એ, યુરોપ અને પૂર્વ એશિયાના પ્રતિનિધિઓ સામેલ થશે. તમને જણાવી દઈએ કે બીજેપી મુખ્યાલયમાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ સંવાદ કાર્યક્રમ દ્વારા પ્રતિનિધિઓને ઈતિહાસ, પાર્ટીના કામ અને મંતવ્યોથી માહિતગાર કરશે. આ દરમિયાન એક ડોક્યુમેન્ટ્રી પણ ટેલિકાસ્ટ કરવામાં આવશે, જેમાં ભાજપનો ઈતિહાસ બતાવવામાં આવ્યો છે. આ પહેલી વાર છે, જ્યારે બીજેપી અધ્યક્ષ મિત્ર દેશો સાથે વાતચીત કરશે અને તમામની સામે પોતાનો ઇતિહાસ રજૂ કરશે.
ભવિષ્યમાં ભાજપ પાર્ટી ટુ પાર્ટી ઇન્ટરેક્શન કરીને દરેકને તેની વિચારધારાથી વાકેફ કરવાની યોજના ધરાવે છે. દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ સંસદિય દળની બેઠકમાં દરેક સાંસદોને પોતના મત ક્ષેત્રમાં કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.