Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્રથી મેડિકલના સાધનોનું લોકાર્પણ

Video : જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્રથી મેડિકલના સાધનોનું લોકાર્પણ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તમામ સુવિધાઓથી લોકોને ઘર આંગણે ત્વરિત સારવાર મળી રહેશે : કૃષિમંત્રી  રઘવજીભાઈ પટેલ

- Advertisement -

જામનગર તા.૧૫ ઓકટોબર, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી  રાઘવજીભાઈ પટેલ દ્વારા જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી રૂ.૨૨ લાખ ૪૭ હજારનાખર્ચે વિવિધ મેડિકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામનગર તાલુકાના ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જેમાં અલિયાબાડામાં રૂ.૩,૭૪,૧૭૦ના ખર્ચે, દરેડમાં રૂ.૧,૦૦,૩૩૬ના ખર્ચે, ધુતારપુરમાં રૂ. ૩,૭૯,૧૩૭ના ખર્ચે, લાખાબાવળમાં ૩,૭૨,૫૨૮ના ખર્ચે, મોટી બાણુંગારમાં રૂ.૨,૪૬,૫૧૩ના ખર્ચે, વસઈમાં ૩,૭૯,૫૦૦ના ખર્ચે અને જામવંથલી પ્રાથમિક આયોગ્ય કેન્દ્રમાં રૂ.૩,૯૫,૦૫૯ના ખર્ચે મેડિકલ સાધનોની ફાળવણી કરવામાં કરવામાં આવી છે. આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકોની ગ્રાન્ટ માંથી જે સાધનોની ફાળવણી કરવામાં આવી છે તેનો લોકોની સારવાર માટે ઉપયોગ થવાથી ઘરે બેઠા જ લોકો આરોગ્યલક્ષી સેવાઓનો ત્વરિત લાભ મેળવી શકશે.

- Advertisement -

આ તકે કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જામનગર તાલુકાના ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલના વિવિધ સાધનોની સુવિધા ઉપલબ્ધ થવાથી ગામડાના લોકો આરોગ્યલક્ષી સેવાઓનો ઘર આંગણે લાભ મેળવી શકશે. સરકારે લોકોના આરોગ્યલક્ષી ઉમદા કામગીરી કરી છે. જેના પરિણામે કોરોના જેવી મહામારીનો ભારતે સફળતાપૂર્વક સામનો કર્યો છે. અને તમામ લોકોનું ટૂંકાગાળામાં વેક્સિનેશન થવાથી ભારતવાસીઓએ નવી સિદ્ધિ હાંસલ કરી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્થાનિક ધોરણે આરરોગ્યલક્ષી સુવિધાઓ મળતા લોકોનો ખર્ચ બચશે. લોકોનું આરોગ્યએ સરકારની પ્રાથમિકતા છે. તેને ધ્યાનમાં રાખીને દરેક સરકારી હોસ્પિટલ હોય કે આરોગ્ય કેન્દ્રો હોય નિષ્ણાંતોની ટીમ સાથે મેડિકલ સાધનો, દવાઓ અને ત્વરિત સારવાર આપવામાં આવી રહી છે. અમૃતમ કાર્ડની યોજના થકી લોકોને રૂ.૫ લાખ સુધીની રકમની મફતમાં સારવાર મળે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આરોગ્યલક્ષી કામગીરીમાં તેમજ ડોક્ટરોએ કોરોના જેવી મહામરીમાં અવિરત કામગીરી કરી છે. કૃષિમંત્રીએ પ્રાથમિક આરોગ્યકેન્દ્રોના મેડિકલ ઓફિસરોને સાધનોની ફાળવણી કરતાં શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ  ધરમશીભાઈ ચનિયારા, જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિ.  ડૉ. દિપ્તીબેન, આગેવાનો  સૂર્યકાંતભાઈ,  જેન્તીભાઈ, સરપંચ  શરદભાઈ, મેડિકલ ઓફિસર્સ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular