પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યના તમામ વિધાનસભા ક્ષેત્રમાં નિર્માણ પામેલા તેમજ નિર્માણ પામનારા આવાસોનું પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના કાર્યક્રમ અંતર્ગત જામનગર 79 વિધાનસભા ક્ષેત્રનો કાર્યક્રમ ઓશવાળ સેન્ટરમાં તથા જામનગર 78 વિધાનસભા ક્ષેત્રનો કાર્યક્રમ વિશ્વકર્મા ગુર્જર સુથારની વાડી માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠામાં આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. તેને સમાંતર જામનગર શહેર કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 79 જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ઉપરાંત પૂર્વમંત્રી આર.સી.ફળદુ, હકુભા જાડેજા, મેયર વિનોદ ખીમસૂર્યા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, મહામંત્રી પ્રકાશ બાભંણિયા વગેરે ઉપસ્થિત રહયા હતા. 78 વિધાનસભા ક્ષેત્રના કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઈ ભાટુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આવાસના લાભાર્થીઓને ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે અન્ય લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સાથે-સાથે મકાન મળવાની ખુશી અંગે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ પણ આપ્યા હતા.