ખાનગી શાળામાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે 25 ટકા સીટો અનામત રાખવા માટેનો નિયમ છે. જે અંતર્ગત RTEના ફોર્મ ઓનલાઇન ભરવાની કામગીરી શરુ થઇ છે. જે માટે જામનગર યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા હેલ્પ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. તા. 30 માર્ચથી 11 એપ્રિલ સુધી RTEના ઓનલાઇન ફોર્મ ભરવાના હોય, યુવક કોંગ્રેસ જામનગર NSUI દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ હેલ્પ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને માહિતી પુરી પાડવા ઉપરાંત ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવે છે. આ તકે જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો.તૌસિફખાન પઠાણ, જામનગર ઉત્તર વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ જેઠવા અને NSUI જામનગર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહી ફોર્મ ભરવા માટે યુવક કોંગ્રેસ મદદ કરી હતી.