વિશ્વભરમાં શીપીંગ વ્યવસાયમાં ચોક્કસ માપદંડો – નિયમો – કાયદાઓનું પાલન થાય તે માટે 110 વર્ષથી કાયરત પ્રતિષ્ઠિત અને માન્ય સંસ્થા ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ શિપ બ્રોડર્સમાં અતિ મૂલ્યવાન ગણાતા સભ્યપદને પ્રાપ્ત કરવાની ઝળહળતી સિધ્ધિ જામનગર શીપીંગ ક્ષેત્રે અગ્રેસર લાલ પરિવારના ક્રિષ્નરાજ જીતુભાઇ લાલે મેળવી લાલ પરિવાર, જામનગર તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
કોઇપણ વ્યવસાય કે ક્ષેત્રમાં રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય સંસ્થામાં સામાન્ય રીતે સભ્યપદ મેળવવાની પ્રક્રિયા સરળ અને આસાન હોય છે. પણ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ શિપ બ્રોડર્સ (આઇસીએસ) માં સભ્યપદ મેળવવા માટે સંસ્થા દ્વારા ખાસ વિષયો સાથેની પરીક્ષા લેવામાં આવે છે. જુદા-જુદા સાત વિષયોની પરીક્ષામાં ઉત્તિર્ણ થનારને જ સંસ્થામાં સભ્યપદ મળે છે.
જામનગરના ક્રિષ્નરાજ લાલને ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ શિપ બ્રોક્સની પરીક્ષામાં તેમણે અગાઉ શીપીંગ ક્ષેત્રમાં મેળવેલ એમ.એસ.સી. મરીન ટ્રાન્સપોટની ડીગ્રીના કારણે બે વિષયો ઇન્ટ્રોડેડકશન ઓફ શીપીંગ બિઝનેશ અને ઇકોનોમીક્સ ઓફ સીટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટની પરીક્ષામાં મુક્તિ આપવામાં આવી હતી. જ્યારે શીપીંગ બીઝનેસ, ડ્રાય કાર્ગો ચાટરીંગ, ટેન્કર ચાર્ટરીંગ, પોર્ટ એજન્સી અને લીગલ પ્રિન્સીપલ્સ ઓફ શીપીંગ બીઝનેસ વિષયોની પરીક્ષા આપી અને 2018 થી 2020 ના સમયગાળામાં અભિમન્યુનાના સાત કોઠા પસાર કરવા જેવી અતિ કઠીન પરીક્ષાના તમામ પેપરોમાં ઉચ્ચ ગુણાંકો મેળવ્યા હતા. પોટ એજન્સી પેપરમાં તેમણે 100માંથી સર્વાધિક 80 માકર્સ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, ક્રિષ્નારાજે શીપીંગ ક્ષેત્રની એમ.આઇ.સી.એસ. તેમજ એમ.એસસી (મરીન ટ્રાન્સપોર્ટ) ની ડીગ્રી પણ પ્રાપ્ત કરી છે અને શીપીંગ ક્ષેત્રના અભ્યાસ, સંશોધનમાં તેમણે તેમની તેજસ્વીતા અને નિપૂણતા પૂરવાર કરી છે.
પશ્ચિમ ભારતના સાગર તટે શીપીંગ વ્યવસાયના ક્ષેત્રમાં અનેક સિમાચિન્હ રૂપી સફળતા પ્રાપ્ત કરનાર લાલ પરિવારના તેજસ્વી, વિચક્ષણ અને સતત અભ્યાસુ તરવરિયા યુવાન કિષ્નરાજ લાલ આઇ.સી.એસ. નું સભ્યપદ મેળવવા સાથે બે વર્ષમાં આ ઇન્સ્ટીટયુટની ફેલોશીપ મેળવવા માટે પણ સમર્થ બન્યા છે. આ ફેલોશીપની ડીગ્રી રોયલ ચાર્ટર ઓફ ક્વીન ઓફ ઇંગ્લેન્ડ દ્વારા 1920 થી સુનિશ્ચિત કરવામાં આવી છે. ફેલોશીપ મળવાની સાથે બ્રિટીશ પાર્લામેન્ટ દ્વારા તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાર્ટડ શિપ બ્રોકરનું સન્માન પણ પ્રાપ્ત થશે.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ગુજરાતના દરિયા કાંઠે બાજ, શીપ એન્કરીંગ માટે ડ્રેજીંગની તથા અન્ય અતિ આધુનિક વ્યવસ્થા સાથેનો પ્રોજેકટ રીપોટ સમા સરકાર સમક્ષ રજુ કરી ગુજરાતના શીપીંગ ઉદ્યોગને વધુ ઝડપી, વધુ સુવિધાયુક્ત બનાવવા માટે સરકારનું ધ્યાન દોર્યું હતું. તેઓ દરેક બંદરો પરની ભૌગોલિક સ્થિતિ, ત્યાં શીપીંગ બિઝનેશમાં કઇ સુવિધાની જરૂર છે, લેઇટેસ્ટ સાધનોનો ઉપયોગ કરી શકાય વગેરે બાબતો પર સતત અભ્યાસ કરી રહ્યા છે.