Friday, January 3, 2025
Homeરાજ્યહાલારઆરંભડાની સગીરાનું અપહરણ કરીને જાતીય સતામણી

આરંભડાની સગીરાનું અપહરણ કરીને જાતીય સતામણી

વિડીયો વાયરલ કરવાની અને મારી નાખવાની ધમકી : બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ : પોલીસ દ્વારા બંનેની ધરપકડ

- Advertisement -

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને કારમાં અપહરણ કરીને લઈ ગયા બાદ જાતીય સતામણી કરવા ઉપરાંત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી, હેરાનગતિ કરવા સબબ સુરજકરાડીના બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પ્રકરણ અંગે આરંભડા વિસ્તારમાં રહેતા એક મહિલા દ્વારા સુરજકરાડી ખાતે રહેતા ભાવેશ ગોપાલ કદમ અને ધવલ અરીલા નામના બે શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી મહિલાની આશરે 16 વર્ષની સગીર પુત્રી ગત તારીખ 5 ઓગસ્ટના રોજ સવારના સમયે શાળાએ જતી હતી. ત્યારે મીઠાપુરના મંગલ કાર્યાલય પાસેથી આરોપી ભાવેશ ગોપાલ કદમએ સગીરાની સાથે બદકામ કરવાના ઇરાદાથી પોતાના ફોર વ્હીલર વાહનમાં બેસાડી અને અપહરણ કરી ગયા બાદ ગેરકાયદેસર રીતે તેણીને અટકાયતમાં રાખી, દ્વારકા ખાતે કોઈ અજાણી હોટલમાં લઈ ગયો હતો.

- Advertisement -

હોટલના રૂમમાં આ સગીરા સાથે બદકામ કરવાના ઇરાદે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, ફરિયાદી મહિલાની સગીર પુત્રીની સાથે શારીરિક છેડછાડ કરી અને જાતીય સતામણી કરવામાં આવી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ પછી સગીરા જો આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી, તેણી જ્યારે પણ સ્કૂલે કે ટ્યુશનમાં જતી હોય ત્યારે આરોપી શખ્સ તેણીને માર્ગમાં વારંવાર પીછો કરી અને શરીર સંબંધ બાંધવા તાબે થવા માટે તેણીનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ રીતે સતામણી કરી, આરોપી ભાવેશ ગોપાલ કદમ ઉપરાંત અન્ય એક આરોપી ધવલ અરીલાએ આ બાબતે જો તેણી ફરિયાદ કરશે તો વિડીયો વાયરલ કરી, તેને બદનામ કરી મૂકશે તેવી ધમકી આપી, આ સગીરાને આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સગીરાના માતાની ફરિયાદમાં જણાવાયું છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 363, 366, 354 (બી – ડી), 506 (2), 114 તથા પોક્સો એક્ટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધી, આરોપીઓની અટકાયત કરી હતી. આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular