અમદાવાદની મુલાકાતે આવેલા અખિલ ભારતીય કાંગ્રેસ સમિતિના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજયસિંહે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે અચ્છે દિન, બે કરોડ રોજગાર જેવા રૂપાળા સુત્રો આપી સત્તા મેળવનાર ભાજપ સરકારે નાના દુકાનદાર, ઉદ્યોગો સહિત યુવાનોની રોજગારી ખતમ કરવાનું કામ ક્યું છે. ભાજપ સરકારના ખાએંગે, ખીલાયેગે ઓર લૂંટાયેંગે મોડલને કારણે નાના વેપારી અને ઉદ્યોગકારોનો ધંધો ચોપટ થઈ ગયો છે. દેશમાં 14 કરોડ જેટલો રોજગાર છીનવાઈ ગયો છે. તેમણે જણાવ્યું હતુ કે જી.એસ.ટી., આધાર, મનરેગા અને એફ.ડી.આઈ.નો વિરોધ કરતી ભાજપ સરકાર સત્તા મેળવ્યા પછી અણઘડ જી.એસ.ટી. અને 100 ટકા એફ.ડી.આઈ. દ્વારા દેશના કરોડો દુકાનદારો, નાના ઉદ્યોગકારો અને યુવાનોની નોકરી ખતમ કરી છે. માનીતા ઉધૌગપતિઓને કરોડો રૂપિયા ફાયદા કરાવવા, વેપારમાં અમુક ચોક્કસ ઉદ્યોગપતિઓની મોનોપોલી માટે મદદ કરતી ભાજપ સરકારના શાસનમાં વૈશ્વિક ઈ-કોમર્સ કંપની એમેઝોનને કેન્દ્રની ભાજપ સરકારને 8546 કરોડ રૂપિયા લીગલ ફી પેટે આપવામાં આવ્યા છે.
એમ કહેતા તેમણે દેશ જાણવા માંગે છે કે, કાયદો અને ન્યાય મંત્રાલયનુ વાર્ષિક બજેટ 1100 કરોડ છે ત્યારે છેલ્લા બે વર્ષમાં એમેઝોન દ્વારા 8546 કરોડ રૃપિયા ભાજપ સરકારના ક્યા અધિકારી કે મંત્રીને આ રકમ લાંચ સ્વરૂપે મેળવી? તો પછી કેમ ભાજપ સરકાર લાંચ-રૂશ્રતની તપાસ કરવા અંગે મૌન છે? લાભાર્થી કોણ? જેવા વેધક સવાલો પણ કર્યા હતા.