Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરનાના ખડબામાં પ્રેમલગ્નનો ખાર રાખી યુવાનની માતાને માર મારી ધમકી

નાના ખડબામાં પ્રેમલગ્નનો ખાર રાખી યુવાનની માતાને માર મારી ધમકી

યુવતીના ભાઈ તથા માતા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ: ડીવાયએસપી દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં રહેતાં પ્રૌઢાના પુત્રએ પાંચ માસ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતાં. જેનો ખાર રાખી યુવતીના ભાઇ તથા માતાએ ઢીકાપાટુનો માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં રહેતાં અને નોકરી કરતા ઉર્મિલાબેન અરજણભાઈ (ઉ.વ.55) નામના પ્રૌઢાનો પુત્ર આકાશએ તેના જ ગામમાં રહેતાં યુવરાજસિંહ જાડેજાની પુત્રી સપનાબા સાથે પાંચ માસ પહેલાં પ્રેમલગ્ન કરી ભાગી ગયા હતાં. આ બાબતનો ખાર રાખી ગત તા.13 ના રોજ સાંજના સમયે યુવતીના ભાઇ નરેન્દ્રસિંહ યુવરાજસિંહ જાડેજા અને માતા મધુબા યુવરાજસિંહ જાડેજા બંને એ એકસંપ કરી પ્રૌઢાને ઢીકાપાટુનો માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં પ્રૌઢા દ્વારા જાણ કરાતા ગ્રામ્ય ડીવાયએસપી તથા સ્ટાફે માતા અને પુત્ર વિરૂધ્ધ એટ્રોસિટી અને ધમકીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular