ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામે રહેતા એક શ્રમિક પરિવારની સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા આ અંગે ઇમરજન્સી 108 ને જાણ કરવામાં આવી હતી. જેથી 108 નો સ્ટાફ તાકીદે આ સ્થળે પહોંચી ગયો હતો. સગર્ભાને હોસ્પિટલમાં લાવતી સમયે તેની અચાનક પ્રસુતિની પીડાવ વધતા અને ગર્ભમાં રહેલા બાળકના ગળા ફરતે ગર્ભનાળ વીંટળાયેલી હોવાથી તેણીની તાકીદે પ્રસુતિ કરવાની અનિવાર્ય જણાઈ હતી.
આના અનુસંધાને 108 ના ઈ.એમ.ટી. દક્ષાબેન બારૈયા તેમજ પાયલોટ રાજુભાઈએ પોતાની સુઝ-બુઝ દાખવીને ઉપરી અધિકારી ડો. રામાણીના માર્ગદર્શન હેઠળ આ મહિલાની પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરવામાં આવી હતી. ત્યારબાદ માતા તથા નવજાત બાળકને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઈમર્જન્સી 108 ની તાકીદની સારવારથી સગર્ભા મહિલાના પરિવારજનોએ 108 ના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.