ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે રહેતી જશુબેન રણમલભાઈ નંદાણીયા નામની 23 વર્ષની આહીર યુવતી કોઇ કારણોસર છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતી હોય, આ વચ્ચે તેણીએ ગત તા. 19 ડિસેમ્બરના રોજ પોતાના હાથે ઘાંસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ હેમંતભાઈ ડોસાભાઈ નંદાણીયાએ અહીંની પોલીસને કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.