ખંભાળિયાની કેન્સર પીડિત શિક્ષિકાએ જામનગર શહેરમાં હોસ્પિટલના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં વાલ્કેશ્વરી નગરી માં આવેલ આદર્શ હોસ્પિટલમાં ખંભાળીયાના કેન્સર પીડિત જલ્પાબેન દત્તાણી નામના શિક્ષિકાની સારવાર ચાલી રહી હતી. છેલ્લા 15 દિવસ થી તેઓ હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા આ દરમ્યાન તેમણે હોસ્પિટલના પાંચમાં માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસને જન કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો.