Saturday, December 21, 2024
Homeરાજ્યખંભાળિયા: ધોરણ10ના બોગસ સર્ટી ઇસ્યુ કરાવનાર કહેવાતા શિક્ષણવિદ અને રાજકીય આગેવાન બે...

ખંભાળિયા: ધોરણ10ના બોગસ સર્ટી ઇસ્યુ કરાવનાર કહેવાતા શિક્ષણવિદ અને રાજકીય આગેવાન બે દિવસના રિમાન્ડ પર

એલસીબી પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ

- Advertisement -



ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા અને રાજ્ય ભરના રાજકારણમાં ભારે ચકચાર ચગાવનાર કિસ્સો ખંભાળિયામાં બે દિવસ પૂર્વે પ્રકાશમાં આવ્યો છે. ખંભાળિયા તાલુકાના કજુરડા ગામે રહેતા અને કહેવાતી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા મનાતા કે.જે. ગઢવી (કારૂ જીવણભાઈ ભાન) નામના એક શખ્સ કે જેઓ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. તેના દ્વારા થોડા સમય પૂર્વે ધોરણ 10ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અન્ય રાજ્યના બોગસ સર્ટિફિકેટ બનાવડાવી આપી, મોટું કૌભાંડ આચાર્યની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ સંદર્ભે આર્મીમાં ભરતી થવા ઇચ્છુક વિદ્યાર્થી કે જેના સપના બોગસ સર્ટિફિકેટના કારણે રોળાઈ ગયા હતા, તેના પિતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ કે.જે. ગઢવી સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણ અંગેની ધોરણસર તપાસ એલ.સી.બી. પોલીસને સોંપવામાં આવી છે.

જે સંદર્ભે શનિવારે સાંજે એલસીબી પીઆઈ જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ તપાસનીશ પીએસઆઈ એસ.વી. ગળચર દ્વારા કે.જે. ગઢવીને અહીંની અદાલતમાં રજૂ કરી, આ કથિત બોગસ સર્ટિફિકેટ કૌભાંડમાં કોણ-કોણ શખ્સો સંડોવાયેલા છે તથા આવા સર્ટિફિકેટો ક્યાં અને કેવી રીતે બનાવ્યા છે, જેવા મુદ્દે સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે કે.જે. ગઢવીને બે દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે. તેના રિમાન્ડ આજરોજ પૂર્ણ થાયે, સાંજે અહીંની અદાલતમાં પુન: રજૂ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular