જામનગરના સીટી એ ડિવીઝનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના કેસના આરોપીને સીટી એ પોલીસે રૂા. 35370ની રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો કેસ નોંધાયો હતો. જેનો આરોપી હાલમાં પવનચકકી સૂર્યમુખી હનુમાનજીના મંદિર પાસે આટાફેરા કરતો હોવાનું સીટી એ ના હેકો શૈલેષભાઇ ઠાકરીયા તથા પો.કો. હિતેશભાઇ સાગઠીયાને મળેલ બાતમી તથા કમાન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવીને આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચના તથા સીટી એ ના પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એન. રાઠોડ, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા પવનચકકી સૂર્યમુખી હનુમાન મંદિર પાસેથી આરોપી ઇરફાન રશિદ દોદાઇ નામાન શખસને રૂપિયા 35370ની રોકડ સાથે ઝડપી લીધો હતો.