Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરરાજકોટની કરૂણાંતીકા બાદ સફાળ જાગ્યુ જામ્યુકોનું તંત્ર - VIDEO

રાજકોટની કરૂણાંતીકા બાદ સફાળ જાગ્યુ જામ્યુકોનું તંત્ર – VIDEO

કમિશનરના અધ્યક્ષ સ્થાને જુદા જુદા વિભાગોના અધિકારીઓની તાકિદની બેઠક યોજાઇ : જામ્યુકો, વિજ કંપની અને પોલીસ દ્વારા સ્થળ તપાસ : વિવિધ મુદ્ાઓની ચકાસણી કરી કમિશનરને અહેવાલ રજૂ કરવા આદેશ

- Advertisement -

રાજકોટની ગેમઝોનની કરૂણાંતીકાના પગલે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ સફાળુ જાગ્યું છે અને શનિવાર રાતથી જ શહેરભરમાં આવેલા વિવિધ ગેમઝોન બંધ કરાવ્યા હતાં. તેમજ ગઇકાલે કમિશનરના અધ્યક્ષસ્થાને જુદા જુદા વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ ઉપરાંત 9 સભ્યોની તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે. જે ફાયર એનઓસી, લાયસન્સ સહિતના મુદાઓની તપાસ કરી સમગ્ર અહેવાલ કમિશનરને સોંપશે. જામ્યુકો, વિજ કંપની અને પોલીસ વિભાગ સહિતની ટીમો દ્વારા સ્થળ તપાસ હાથ ધરી શહેરના 14 જેટલા ગેમઝોનને બંધ કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ ટીઆરપી ગેમઝોનમાં શનિવારે સાંજના સમયે આગ ફાટી નિકળતા આગની આ જીવલેણ દુર્ઘટનાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતાં. આ ગોઝારી દુર્ઘટના બાદ જામનગરમાં પણ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જામનગર શહેરમાં પણ 14 જેટલા ગેમઝોનને તાળા લાગ્યા છે. ત્યારે આવી દુર્ઘટના બાદ જ કેમ તંત્ર જાગે છે? તે યક્ષ પ્રશ્ન છે. સમયાંતરે કેમ ચેકિંગ નથી થતું ? તેમ પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છ.ે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવુ તંત્ર કરી રહ્યું હોય તેમ જણાઇ રહ્યું છે. જામનગર શહેરમાં અનેક ગેમઝોન ચાલી રહ્યાં છે. ત્યારે રાજકોટની હૃદયદ્રાવક કરુણાંતિકા બાદ જામનગરનું તંત્ર હરકતમાં આવ્યું છે. ચેકિંગ હાથ ધર્યું હતું. હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય, લોકો મોટી સંખ્યામાં ફરવા જતાં હોય છે. ત્યારે આવા જાહેર સ્થળોએ સમયાંતરે ચેકિંગ આવશ્યકતા બની ગઇ છે.

- Advertisement -

રાજકોટની દુર્ઘટના બાદ શનિવારે રાતથી જ જામ્યુકોનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને સફાળુ જાગતા ચેકિંગ હાથ ધર્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા તાકિદના પગલાં લઇ શહેરમાં જુદા જુદા સ્થળોએ આવેલા 14 જેટલા ગેમઝોન બંધ કરાવ્યા હતાં. શહેરના ખોડિયાર કોલોની રોડ, પીએન માર્ગ, દિ.પ્લોટ, રણજીતસાગર રોડ, પટેલ કોલોની ઉપરાંત શહેરની ભાગોળે ઠેબા ચોકડી સહિતના વિસ્તારોમાં આવેલા ગેમઝોનને તાળા લાગ્યા છે. જામનગર શહેરમાં લાખોટા તળાવ પાસે, જુની આરટીઓ પાસે સહિતના વિસ્તારો પર ચેકિંગ હાથ ધરી રેસ્ટોરન્ટ, રમત-ગમતના સાધનો સહિતનું તમામ બંધ કરાવ્યું હતું.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા ખાતે ગઇકાલે રવિવારે તાકિદની બેઠક પણ યોજાઇ હતી. જેમાં જામ્યુકો, પીજીવીસીએલ, પોલીસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને આ મિટિંગમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફનપાર્ક તથા આનંદ પ્રમોદના વિવિધ સ્થળોએ જ્યાં નાગરિકો મોટા પ્રમાણમાં એકત્રિત થતાં હોય તેવા સ્થળોએ આગની ઘટના, આકસ્મિક દુર્ઘટના ન બને તે માટે આગમચેતીના ભાગરુપે વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત લઇ ચકાસણી કરવા જામ્યુકો સીટી ઇજનેર ભાવેશ જાનીના સંકલનમાં રહી કામગીરી કરવા કમિટીની રચના પણ કરવામાં આવી છે. આ કમિટી વિવિધ સ્થળોએ ચેકિંગ કરી જરુરી પગાનગી, લાયસન્સ, એનઓસી સહિતની બાબતોનું ચેકિંગ કરશે. તેમજ ફાયર તથા પોલીસ વિભાગના નિયમોનું પાલન થયું છે કે, નહીં, ઉપકરણો અનુસાર પાવરલોડ છે કે, નહી, ફાયર સિસ્ટમ સહિતની બાબતોની ચકાસણી કરશે અને સમગ્ર ચકાસણીનો રિપોર્ટ કમિશનર સમક્ષ રજૂ કરશે.

- Advertisement -

તપાસ કમિટીની રચના

કે.કે. બિશ્નોઈ, ચીફ ફાયર ઓફિસર-જેએમસી, જયવીરસિંહ ઝાલા-ડીવાયએસપી (શહેર) પોલીસ વિભાગ, વી.આર. માકડીયા-મામલતદાર (શહેર) જામનગર (શહેર), દિનેશચંદ્ર ડી. મારુ-નાયબ ઇજનેર-પીજીવીસીએલ, અનિલ ભટ્ટ-આસી. ટીપોઅ-જેએમસી, રુષભ મહેતા-નાયબ કાર્યપાલક ઇજનેર (કો.બે.)-જેએમસી, સંદીપ પટેલ-જુનિયર ઇજનેર (મિકેનીકલ)-જેએમસી, નીતિન દિક્ષીત-એસ્ટેટ ઓફિસર-જેએમસી, સી.એન. પાંડીયન-ડે.ચીફ ફાયર ઓફિસર-જેએમસી.

શહેરના આ ગેમઝોનને લાગ્યા તાળા

(1) જેસીઆર સિનેમા, (2) મોર્ડન માર્કેટ, ઇન્દ્રદીપ સોસાયટી, થર્ડ આઇ, (3) એમ્યુઝમેન્ટ પાર્ક, (4) ખોડિયાર મંદિરની બાજુમાં, (5) ક્રિસ્ટલ મોલ-ખોડિયાર કોલોની, (6) અંજલી ગેમઝોન, 58-દિ.પ્લોટ, (7) આર્શિવાદ રિસોર્ટ, (8) આયુષ ગેમઝોન પટેલ કોલોની, (9) જેઠવા ગેમઝોન, (10) ન્યુ લાઇફ રિબોટ, (11) ગ્રીનસીટી એરીયા, (12) આદર્શ શોપિંગ સેન્ટર વીડીયો ગેમ પાર્લર, (13) તળાવની પાળ પાસે જુની આરટીઓની બાજુમાં, (14) સેવન સિઝન રિસોર્ટ.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular