Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહાલારના દિકરીને સીક્કામાં મળ્યું અભૂતપૂર્વ જનસમર્થન

હાલારના દિકરીને સીક્કામાં મળ્યું અભૂતપૂર્વ જનસમર્થન

12-લોકસભાના સાંસદ અને ઉમેદવાર હાલારની દિકરી પુનમબેન માડમની મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન: જનમેદની જોતા ‘અબ કી બાર 400 કે પાર’ સાર્થક થવા જઈ રહ્યાની પ્રતીતિ : સીક્કા ખાતેની જનસભામાં ઉમટી જનમેદની

- Advertisement -

2024 ની લોકસભાની ચૂંટણી જામનગર સહિત ગુજરાતમાં 7 મેના રોજ યોજાનાર છે. ચુંટણી પૂર્વે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપાએ રાજ્યની તમામ બેઠકો ઉપર પ્રચંડ જીત મેળવી હતી અને આ વખતે પણ તમામ બેઠકો ઉપર જીત મેળવવાની શકયતાઓ રહેલી છે. આ ચૂંટણીમાં જામનગર બેઠક ઉપર ત્રીજીવખત સાંસદ પૂનમબેન માડમે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સાંસદ અને ઉમેદવાર પૂનમબેન દ્વારા હાલારમાં ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે અને આ પ્રચારક અંતર્ગત સીક્કા ગામ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધુમાં વધુ મતદાન કરી પૂનમબેનને વિજયી બનાવવા જનસમર્થન એક જુથ થઈ ગયું છે.

- Advertisement -

12- જામનગર લોકસભામાં સમાવિષ્ઠ સિક્કા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબકકે 12 લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમે નાગરિકો સાથે વિકાસલક્ષી મુદ્દાઓ અંગે સંવાદ કર્યો હતો. આગામી લોકસભા ચૂંટણીમાં શત પ્રતિશત મતદાન કરી મોદીને ફરી એકવાર વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. સીક્કા ખાતે યોજાયેલી જનસભામાં સ્થાનિકો દ્વારા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ જનસભામાં જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, 12 લોકસભા (જામનગર – દ્વારકા) સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, લોકસભા ઇન્ચાર્જ ડો. વિનોદભાઈ ભડેરી, નિલેશભાઈ ઉદાણી, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેક પટવા, પ્રવિણસિંહ જાડેજા, દિલીપસિંહ ચુડાસમા, રણમલભાઈ કાંબલીયા (સિક્કા પ્રભારી), કુમારપાલસિંહ રાણા, દેવુભાઇ ગઢવી (પ્રમુખ સિક્કા શહેર ભાજપ), પ્રકાશ વ્યાસ (મહામંત્રી સિક્કા શહેર ભાજપ), પ્રદીપસિંહ જાડેજા (મહામંત્રી સિક્કા શહેર ભાજપ), રાજીબેન બચુભાઈ પરમાર (પ્રમુખ સિક્કા નગરપાલિકા), શિવપુરી ગોસ્વામી (ઉપપ્રમુખ સિક્કા નગરપાલિકા), જુસબભાઈ બરોયા (ચેરમેન સિક્કા નગરપાલિકા), ડાડાભાઈ અલવાણી (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), જુમાભાઇ હુંદડા (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), હવાબેન ચમડિયા (પૂર્વ પ્રમુખ સિક્કા નગરપાલિકા), લાલજીભાઈ વ્યાસ (પૂર્વ પ્રમુખ સિક્કા શહેર ભાજપ) સહીત કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, સમર્થકો, સ્થાનિક નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular