Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરલોકસભા ચૂંટણી અન્વયે મતદાનના પહેલાના ૪૮ કલાક અને મતગણતરીના દિવસને “ડ્રાય ડે”...

લોકસભા ચૂંટણી અન્વયે મતદાનના પહેલાના ૪૮ કલાક અને મતગણતરીના દિવસને “ડ્રાય ડે” જાહેર 

- Advertisement -

લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં તા.૦૭-૦૫-૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ  બી.કે.પંડ્યા દ્રારા જાહેરનામા થકી મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે તા.૦૫-૦૫-૨૦૨૪ના સાંજના ૦૬:૦૦ કલાક થી તા.૦૭-૦૫-૨૦૨૪ના રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી અને મતગણતરીના દિવસને એટલે કે તા.૦૪-૦૬-૨૦૨૪ના દિવસને “ડ્રાય ડે” તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ ઉપરાંત જિલ્લામાં ચૂંટણીનું કાર્ય નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે જિલ્લામાં આવેલ કેફી પદાર્થોનું વેચાણ કરતી હોટલ, ક્લબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલ જેઓને દારૂ રાખવાનું અને પૂરો પાડવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય, વ્યકિતગત દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પરમિટ ધરાવતા વ્યક્તિઓને તા.૭-૫-૨૦૨૪ના રોજ મતદાન પૂરું થવા માટે નિયત સમયથી ૪૮કલાક પહેલાનો સમયગાળો એટલે કે તા.૫-૫-૨૦૨૪ના સાંજના ૬:૦૦કલાકથી તા.૭-૫-૨૦૨૪ના રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી અને મતગણતરીના દિવસે એટલે કે તા.૪-૬-૨૦૨૪ના દિવસે (મતગણતરી પૂર્ણ થાય અને પરિણામ જાહેર થાય ત્યાં સુધી) દારૂ વેચાણ કરવા / પીરસવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular