Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરએડવોકેટ હારૂન પલેજાના હત્યારાઓને રાજ્યની જુદી જુદી જેલોમાં મોકલવા તજવીજ

એડવોકેટ હારૂન પલેજાના હત્યારાઓને રાજ્યની જુદી જુદી જેલોમાં મોકલવા તજવીજ

પોલીસ અધિક્ષકના નેજા હેઠળ 15 આરોપીઓને જેલ હવાલે કરવા કાર્યવાહી : રમઝાન માસ દરમિયાન એડવોકેટની સરાજાહેર કરાઇ હતી હત્યા

- Advertisement -

જામનગર શહેરના બેડી વિસ્તારમાં રમઝાન માસમાં એડવોકેટ હારૂન પલેજાની 15 જેટલા શખ્સોએ આંતરીને સરાજાહેર હત્યા નિપજાવ્યાના પ્રકરણમાં પોલીસની સીટ ટીમે તમામ આરોપીઓને ઝડપી લઇ રિમાન્ડ મેળવી જેલ હવાલે કર્યા બાદ આજે આ આરોપીઓને રાજ્યની જુદી જુદી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતાં એડવોકેટ અને કોંગ્રેસ અગ્રણી હારુન પલેજાને રમઝાન માસ દરમિયાન સાંજના સમયે 15 જેટલા શખ્સોએ આંતરીને પછાડી દઇ તેના ઉપર શસ્ત્ર હુમલો કરી હત્યા નિપજાવી હતી. એડવોકેટની સરાજાહેર હત્યાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી હતી. હત્યાના આ પ્રકરણમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ડીવાયએસપી જે.એન. ઝાલા અને પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિતના સાત પોલીસકર્મીઓને સીટ ટીમની રચના કરી હતી. ત્યારબાદ આ ટીમ દ્વારા એક પછી એક હત્યાના આરોપીઓને દબોચી લઇ અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. થોડા દિવસ પહેલા જ હત્યાનો નાસતો-ફરતો 15મા આરોપી અસગર જુસબ સાયચાને દબોચી લઇ રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આજે પોલીસ અધિક્ષકના નેજા હેઠળ એડવોકેટની હત્યામાં ઝડપાયેલા 15 આરોપીઓને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ રાજ્યની જુદી જુદી જેલોમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular