Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરમેઘપર-પડાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસનો ફરાર આરોપી ઝડપાયો

મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસનો ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારુના કેસમાં આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો-ફરતો હોય, મેઘપર-પડાણા પોલીસે સિક્કા પાટીયા પાસેથી ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનમાં ભગીરથસિંહ જયેન્દ્રસિંહ ગોહિલ વિરુધ્ધ પ્રોહિબીશનનો કેસ નોંધાયો હતો. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો-ફરતો હોય, હાલમાં સિક્કા પાટીયા ચેકપોસ્ટ પાસે હોવાની મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનના હેકો હરદેવસિંહ જાડેજાડ, પોકો જયદેવસિંહ જાડેજા તથા યુવરાજસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે મેઘપર-પડાણા પોલીસે આરોપી ભગીરથસિંહ જયેન્દ્રસિંહ ગોહિલને સિક્કા પાટીયા ચેકપોસ્ટ ખાતેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular