Friday, December 6, 2024
Homeરાજ્યજામનગરજામનગરની તરૂણીનું અપહરણ અને દુષ્કર્મ પ્રકરણના આરોપીનું મૃત્યુ

જામનગરની તરૂણીનું અપહરણ અને દુષ્કર્મ પ્રકરણના આરોપીનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરમાં તરૂણી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં નાસતા ફરતા નરાધમને પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરતા આરોપીનું મૃત્યુ થઈ ગયું હોય જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં વર્ષ 2015 માં નોંધાયેલા તરૂણીનું અપહરણ અને દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલો વિજય જેઠાલાલ કટેશિયા નામના આરોપીની શોધખોળ પોલીસ હાથ ધરી હતી. તે દરમિયાન હેકો નિર્મળસિંહ અને પો.કો. ફિરોઝ ખફીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર બી દેવધા તથા સીપીઆઈ વી.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.કે. પટેલ, હેકો બી.એચ. લાબરીયા, પો.કો. ચેતન ઘાઘરેટીયા, ફિરોજ ખફી, હરદેવસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, કમલેશ ખીમાણીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરતા કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે રહેતાં વિજય જેઠાલાલ કટેશીયા નામનો આરોપીનું મૃત્યુ થયું હોવાનું જણાતા જરૂરી કાગળોની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular