Tuesday, January 14, 2025
Homeરાજ્યજામનગરજામનગર કલેકટર કચેરીમાં આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ ગ્રહણ

જામનગર કલેકટર કચેરીમાં આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ ગ્રહણ

- Advertisement -

દરવર્ષે તારીખ 21 મે ના રોજ “આતંકવાદ વિરોધી દિવસ/ એન્ટી ટેરેરિઝમ ડે” નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા.21 મે ના રોજ જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા સહિત ઉપસ્થિત કર્મયોગીઓએ રાષ્ટ્રમાં સામાજિક સદ્ભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ કર્યા હતા.

- Advertisement -

આ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જામનગર શહેર પ્રાંત અધિકારી પરમાર તેમજ કલેકટર કચેરીની વિવિધ શાખાના અધિકારીગણ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular