જામનગર શહેરની નીલકલમ સોસાયટીમાં થયેલી બાઈકચોરીમાં સંડોવાયેલ તસ્કરને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નીલકમલ સોસાયટીમાં શેરી નં.07 માં રહેતાં યુવાનનું બાઈક તેના ઘર પાસેથી અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં આ બાઈક તસ્કર અંગેની હેકો ફૈઝલ ચાવડા, પો.કો. હોમદેવસિંહ જાડેજા, હર્ષદ પરમારને મળેલી બાતમીના આધારે સિટી સી ના પીઆઇ જે.વી. ચૌધરી, પીએસઆઈ વી. બી. બરસબીયા, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, ખીમશી ડાંગર, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજ ખવડ, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે સાંઢીયા પુલ અવાવરુ જગ્યામાંથી ગુલાબી શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલ મહેન્દ્ર ઢલારામ કડવા (રહે. ટોડા, કાલાવડ) નામના શખ્સને જીજે-16-જે-9303 નંબરના 10 હજારની કિંમતના ચોરાઉ બાઈક સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.