Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરસગીર વયના બાળક પાસે મજૂરી કરાવતા કેટરીંગ સર્વિસના બે સંચાલકો વિરૂધ્ધ ગુનો...

સગીર વયના બાળક પાસે મજૂરી કરાવતા કેટરીંગ સર્વિસના બે સંચાલકો વિરૂધ્ધ ગુનો નોંધાયો

જામનગરમાં રણજીત નગર પટેલ સમાજમાં એક પ્રસંગ દરમિયાન બાળકનું લિફ્ટમાં ફસાઈ જતાં મૃત્યુ નિપજ્યું હતું

- Advertisement -

જામનગરમાં રણજીતનગર પટેલ સમાજમાં ચાલી રહેલા એક પ્રસંગમાં કુમળીવયના બાળક પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી. જે દરમિયાન બાળકનું લિફ્ટ માં ફસાઈ જતાં મૃત્યુ નીપજ્યું હતું જે પ્રકરણમાં તપાસના અંતે જામનગરના મદદનીશ શ્રમ આયુક્ત કચેરી ના સરકારી અધિકારીએ જાતે તપાસ કરી બાળમજૂરી કરાવનાર કેટરીંગ સર્વિસના બે સંચાલકો સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના રણજીત નગર પટેલ સમાજમાં ગત 26/4/2024 ના દિવસે એક પ્રસંગ ચાલી રહ્યો હતો જેમાં ભોજન સમારંભ માટે કેટરિંગ સર્વિસ ની ટીમને ઓર્ડર અપાયો હતો અને લાલપુરમાં સપના નાસ્તા ભુવનના સંચાલક ચિરાગભાઈ ઉર્ફે સંદીપભાઈ ગોકળભાઈ ગોરીયા તેમજ પંચેશ્વર ટાવર પાસે રહેતા રાજુભાઈ કાનાભાઈ વાઘેલા દ્વારા કેટરિંગ નો કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો હતો. જે બંનેએ ઉપરોક્ત પ્રસંગમાં 14 વર્ષથી નાની વયના બાળકને કામે રાખીને બાળ મજુરી કરાવવામાં આવતું હોવાથી બાળમજૂરી કરી રહેલા એક બાળકનું લિફ્ટમાં મજૂરી કામ દરમિયાન ફસાઈ જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

જે બનાવ સંદર્ભે જામનગરની શ્રમ આયુક્ત કચેરીના સરકારી અધિકારી ડી.ડી. રામી અને તેઓની ટીમ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસણી કરવામાં આવી હતી, જે તપાસના અંતે 13 વર્ષની વયના એક બાળક પાસે બાળ મજુરી કરાવાઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી કેટરીંગ સર્વિસ ના બંને સંચાલકો ચિરાગભાઈ તથા રાજુભાઈ સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં સરકારી અધિકારી ડી.ડી. રામી જાતે ફરિયાદી બન્યા હતા અને બંને આરોપીઓ સામે ધી ચાઇલ્ડ લેબર (પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ 1986 ની કલમ 3,14 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular