Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરપ્રિપેઇડ વીજ મીટર સામે જામનગરમાં પણ ઉઠયો આક્રોશ - VIDEO

પ્રિપેઇડ વીજ મીટર સામે જામનગરમાં પણ ઉઠયો આક્રોશ – VIDEO

નવાગામ ઘેડના લોકોએ કોર્પોરેટર રચના નંદાણીયા સાથે વીજ કંપનીને કરી રજૂઆત : પ્રિપેઇડ મીટરથી કોને લાભ, ગ્રાહકને કે કંપનીને ? : પ્રિપેઇડ જ શા માટે ? પોસ્ટ પેઇડ કેમ નહીં ? કંપનીએ કરવી જોઇએ જાહેર સ્પષ્ટતા

- Advertisement -

જામનગર શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલાં સ્માર્ટ પ્રિપ્રેઇડ વીજમીટર સામે લોકોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. કોઇપણ જાતની પૂર્વ જાણકારી કે સમજણ આપ્યા વગર લગાવવામાં આવી રહેલાં આ મીટર સામે લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે. તેમજ નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી તાકિદે બંધ કરીને જુના મીટર જ યથાવત રાખવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં વીજ કંપની દ્વારા આડેધડ સ્માર્ટ મીટર લગાવવામાં આવતા હોવાની લોકોની ફરિયાદ સાથે આ વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ અસરગ્રસ્ત ગ્રાહકો સાથે વીજ કંપનીની ઓફિસે દોડી જઇ રજૂઆત કરી હતી. જયાં તેમણે અધિકારીને રજુઆત કરતાં જણાવ્યું હતું કે, હાલ જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેમાં કેટલો વપરાશ છે અને કેટલા પૈસા છે તેની કોઇ જાણકારી ગ્રાહકોને આપવામાં આવતી નથી. તેમજ ગ્રાહકોને મંજૂરી વગર જ આડેધડ જુનું મીટર કાઢી નવુ મીટર લગાડી દેવામાં આવે છે. જેનું રિચાર્જ મોબાઇલ એપ્લીકેશન દ્વારા થતું હોય ગ્રાહકો પાસે એ પ્રકારના સ્માર્ટ મોબાઇલ ઉપલબ્ધ ન હોય રિચાર્જ ન થવાથી વીજ પુરવઠો કપાઇ જાય છે. પરિણામે અનેક ગરીબ પરિવારોના ઘરની વીજળી ગુલ થઇ ગઇ છે. આ માટે જવાબદાર કોણ ? તેવો પ્રશ્ર્ન તેમણે ઉઠાવ્યો છે. મહિલા કોર્પોેરટરે જણાવ્યું છે કે, જયાં સુધી ગ્રાહકો ન ઇચ્છે ત્યાં સુધી સ્માર્ટ મિટર તેમના ઘરમાં લગાવવા જોઇએ નહીં. આ ઉપરાંત રજૂઆત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સ્માર્ટ પ્રિપેઇડ મીટર અંગે ગ્રાહકોમાં જનજાગૃતિ લાવવી જરૂરી છે. પ્રિપેઇડ મીટરની કામગીરીની પધ્ધતિ અંગે લોકોને માહિતગાર કર્યા બાદ જ પ્રિપેઇડ મીટર લગાવવામાં આવે છે.

- Advertisement -

કોર્પોરેટરે એવો પણ પ્રશ્ર્ન કર્યો હતો કે, પ્રિપેઇડ વીજ મીટર ફરજિયાત શા માટે ? અન્ય મોબાઇલ કંપનીઓ પણ પ્રિપેઇડ અને પોસ્ટપેઇડ એમ બન્ને વિકલ્પો ગ્રાહકોને આપે છે. તો વીજ કંપની શા માટે પ્રિપેઇડ જ વીજ મીટર ગ્રાહક પર થોપી રહી છે. પ્રિપેઇડ વીજ મીટરથી લગાવવાથી કોને ફાયદો થશે કંપનીને કે ગ્રાહકને ? તે વીજ કંપનીએ મીટર લગાવતા પહેલાં જાહેર સ્પષ્ટતા કરવી જોઇએ.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular