Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરહાપામાં સલ્ફર ભરેલા ટ્રકના કારણે ટ્રાન્સફોર્મરમાં આગ - VIDEO

હાપામાં સલ્ફર ભરેલા ટ્રકના કારણે ટ્રાન્સફોર્મરમાં આગ – VIDEO

સદનસીબે જાનહાની ટળી, પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે મરામત કામગીરી

- Advertisement -

જામનગર નજીક હાપા જલારામ મંદિર નજીકના વિસ્તારમાં ગઈકાલે સવારે સલ્ફર ભરેલા ટ્રકની ઉપર આવેલા વીજ ટ્રાન્સફરમાં અકસ્માતે સ્પાર્ક થયા પછી આગની ઘટના બની હતી. વિજ તંત્ર એ સત્ત્વરે દોડી જઈ મરામતની કાર્યવાહી હાથ ધરી હતી. સદનશીબે ગંભીર અકસ્માત ટળ્યો હતો.

- Advertisement -

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા જલારામ મંદિર પાસે એક સલ્ફરનું કારખાનું આવેલુ છે, જે કારખાના ની બહાર સલ્ફર ના જથ્થા ભરેલો ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો. જે જીજે -11 ઝેડ 3535 નંબરના ટ્રક ની બાજુમાં જ એક વિજ ટ્રાન્સફોર્મર આવેલું છે, જેમાં ગઈકાલે પરોઢિયે એકાએક્ સ્પાર્ક થયા પછી આગની ઘટના બની હતી, અને ટ્રાન્સફોર્મર સળગ્યું હતું.

- Advertisement -

આગના બનાવની જાણ થતાં હાપા પીજીવીસીએલના હેમરાજભાઈ પરમાર સહિતની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરાવી મરામતની કામગીરી હાથ ધરી હતી. સદ નસીબે સલ્ફર ભરેલા ટ્રક પર તણખો પડ્યો ન હતો, અને ગંભીર અકસ્માત ટળ્યો હતો. તેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

હાપા જલારામ મંદિરના ટ્રસ્ટી વગેરે દ્વારા જલારામ બાપાનો ચમત્કાર ગણાવ્યો

- Advertisement -

હાપા જલારામ મંદિરની નજીક જ ગઈકાલે પરોઢીએ સલ્ફર ભરેલા ટ્રકની ઉપરનું વિજ ટ્રાન્સફોર્મર સળગ્યું હતું અને આગજનીની ઘટના બની હતી. પરંતુ સદનસીબે કોઈ ગંભીર અકસ્માત સર્જાયો ન હતો. જેને જલારામ બાપા નો ચમત્કાર ગણાવ્યો હતો. ઉપરોક્ત વિસ્તારમાં જો સલ્ફર ભરેલા ટ્રકમાં તણખો પડ્યો હોત, તો મોટી બ્લાસ્ટની દુર્ઘટના સર્જાઈ શકે, તેવી પરિસ્થિતિ હતી.  પરંતુ આવી કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી, અને ગંભીર સંકટ ટળ્યું હોવાથી અને હાપા જલારામની મંદિરની સામે જ આ ઘટના બની હોવાથી તેને જલારામ બાપાનો પરચો અથવા ચમત્કાર ગણાવ્યો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular