Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરનબળી આર્થિક સ્થિતિમાં ઉમરલાયક દિકરીની ચિંતામાં માતાની આત્મહત્યા

નબળી આર્થિક સ્થિતિમાં ઉમરલાયક દિકરીની ચિંતામાં માતાની આત્મહત્યા

પતિનો કામ-ધંધો બરાબર ચાલતો ન હતો: માતાએ બાથરૂમમાં ગળેટૂંપો દઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

- Advertisement -

લાલપુર ગામમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાના પતિનો કામ ધંધો બરાબર ચાલતો ન હોય અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઉમરલાયક થયેલી દિકરીની ચિંતામાં જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ લાલપુર ગામમાં શિવાજી નગર વિસ્તારમાં રહેતાં મીનાબેન હિરાભાઈ પારીયા (ઉ.વ.43) નામની મહિલાના પતિનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. અને દિકરી ઉમરલાયક થઈ ગઈ હોવાથી આ ચિંતામાં મહિલાએ જિંદગી કંટાળી શુક્રવારે સાંજના સમયે તેના ઘરે બાથરૂમમં દોરી વડે આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પતિ હિરાભાઈ દદ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે બનાવસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular