Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજોડિયા હુન્નરશાળા સંચાલિત કન્યા વિદ્યાલયનું ધો. ૧૨ની પરીક્ષાનું ૧૦૦% ઝળહળતું પરિણામ

જોડિયા હુન્નરશાળા સંચાલિત કન્યા વિદ્યાલયનું ધો. ૧૨ની પરીક્ષાનું ૧૦૦% ઝળહળતું પરિણામ

- Advertisement -

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2024માં લેવાયેલી એચ.એસ.સી. ધો ૧૨ની પરીક્ષામાં જાણીતી સેવાભાવી, સામાજિક, મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા, જોડિયા સંચાલિત યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી રેગ્યુલર ૫૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી તમામ વિદ્યાર્થીનીઓ ઊતીર્ણ થતા શાળાનું ૧૦૦% પરિણામ આવ્યું છે.

- Advertisement -

એ-૨ ગ્રેડમાં સાત વિદ્યાર્થિનીઓ, બી-૧ ગ્રેડમાં સત્તર વિદ્યાર્થિનીઓ અને બી-૨ ગ્રેડમાં સત્તર વિદ્યાર્થિનીઓ અને સી-૧ ગ્રેડમાં અગિયાર વિદ્યાર્થિનીઓ ઊતીર્ણ થયેલ છે. શાળામાં અભ્યાસ કરતી સોલંકી મિતલ નલિનભાઈ ૬૨૨ ગુણ મેળવી ૯૮.૦૨ પર્સન્ટાઈલ સાથે પ્રથમ, ચાનપા નંદની નાજાભાઈ ૬૧૯ ગુણ મેળવી ૯૭.૭૪ પર્સન્ટાઈલ સાથે દ્વિતિય અને ઝાલા બંસરીબા જોરૂભા ૫૮૦ ગુણ મેળવી ૯૨.૨૭ પર્સન્ટાઈલ સાથે તૃતીય ક્રમે આવેલ છે.

સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ સુખપરિયાએ તથા ટ્રસ્ટીગણે શાળાના નવનિયુકત આચાર્યા ક્રિષ્નાબા ચુડાસમા, શિક્ષકગણ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા ઊતીર્ણ થયેલ વિદ્યાર્થિનીઓને ઉચ્ચ અભ્યાસ અને યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular