Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ભાજપા દ્વારા દક્ષિણ વિધાનસભાની વિશાળ બાઈક રેલી યોજાઈ

જામનગરમાં ભાજપા દ્વારા દક્ષિણ વિધાનસભાની વિશાળ બાઈક રેલી યોજાઈ

12 લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેનનું ઠેર ઠેર સ્વાગત : અબ કી બાર મોદી સરકારના નારા સાથે સમગ્ર વાતાવરણ ભગવામય

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી 79 જામનગર દક્ષિણ વિધાનસભાની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. આ વિશાળ બાઈક રેલી એમ્યુઝમેન્ટ પાર્કથી શરૂ થઈને સત્યમ કોલોની, કૃષ્ણનગર રોડ, પીપળાવાળા ચોક, શાંતિનગર-4, જનતા ફાટક, હર્ષદ માતાના મંદિર, જૂનો હુડકો, આઇલાઈન, એફલાઈન, રઘુવીર ચોક, આર્ય પાન, સરદાર પટેલ ચોક, નવાનગર બેંક ચોક, હિરજી મિસ્ત્રી રોડ, જોલી બંગલો,58 દિ.પ્લોટ, હિંગળાજ ચોક, નવી નિશાળ, પાણીનો ટાંકો, મિલેટ્રી ગેઇટ, જેલ, પવનચકકી, નાનકપુરી, સાધના કોલોની, પટેલ પાર્ક, જડેશ્વર મંદિર, મહાવીરનગર, બાઈની વાડીનો મેઈન કોર્નર, જૂની આઈસ ફેકટરી, ક્રિષ્ના પાર્ક, વિશાળ ચોક, પવનચકકી, આર્ય સમાજ રોડ, ખંભાળિયા ગેઈટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, દરબારગઢ, શાકમાર્કેટ, દિપક ટોકીઝ, બેડી ગેઈટ, ઈન્દ્રપ્રસ્થ, પંચેશ્વરટાવર ભાજપા કાર્યાલય એ પૂર્ણ થઈ હતી.

- Advertisement -

રેલી દરમિયાન 12 લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પવનચકકી સહિત અનેક સ્થળે ભવ્ય સ્વાગત, પુષ્પગુચ્છ, હારથી સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તથા વિજય તિલક કરવામાં આવ્યું હતું. આશરે 500 થી વધુ બાઈક રેલીમાં જોડાયા હતાં. સમગ્ર રેલી દરમિયાન ‘અબ કી બાર મોદી સરકાર’ તથા ‘અબ કી બાર 400 કે પાર’ ના નારા સાથે સમગ્ર વિસ્તારમાં ભગવામય બનાવ્યું હતું.

આ તકે રેલીમાં 12 લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ભાજપા શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહિતના કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, મોરચાના હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular