Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારકુતરુ આડુ ઉતરતા પિતા સાથે જઈ રહેલ બાળકનું મોત

કુતરુ આડુ ઉતરતા પિતા સાથે જઈ રહેલ બાળકનું મોત

ઈશ્વરીયા ગામ વાડી વિસ્તારથી પોતાની વાડીએ જતા સમયે બનાવ: ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો : પોલીસ દ્વારા વધુ તપાસ

- Advertisement -

દેવભૂમિ દ્વારકાના ભાણવડના વાનાવડમાં રહેતાં આઠ વર્ષનો બાળક તેના પિતા સાથે મોટરસાઈકલમાં જતો હોય. આ દરમિયાન કુતરુ આડુ ઉતરતા મોટરસાઈકલ પરથી પડી જતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના વાનાવડ ગામ વાડી વિસ્તારમાં રહેતો અર્જુન ગુુડુ દેહદીયા (ઉ.વ.08) નામનો બાળક તેના પિતા ગુડુભાઈની મોટરસાઈકલ એમ.પી.-69.-એમબી.-0597 માં બેસી ઈશ્ર્વરીયા ગામ વાડી વિસ્તારમાંથી પરત પોતાની વાડીએ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન લાલપુરથી ત્રણ પાટીયા તરફ જતા રોડ પર હાઈ-વે સણોસરા ગામના પાટીયે પહોંચતા ગોલાઇમાં અચાનક કુતરુ આડુ ઉતરતા મોટરસાઈકલ પરથી પડી જતાં મૃતક અર્જુનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે લાલપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે અજમાબેન ઉર્ફે સુમીબેન દ્વારા પોલીસને જાણ કરાતા લાલપુરના એએસઆઇ બી.સી. ગોહિલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular