Saturday, September 14, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં થયેલી બાઇક ચોરીનો આરોપી ઝડપાયો

દ્વારકા જિલ્લામાં થયેલી બાઇક ચોરીનો આરોપી ઝડપાયો

- Advertisement -

દ્વારકાના મંદિર ચોક વિસ્તારમાંથી તાજેતરમાં થયેલી મોટરસાયકલ ચોરી પ્રકરણમાં એલસીબી પોલીસે હાલ રાજકોટ રહેતા અને મૂળ ખંભાળિયાના શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા એસ.એસ. ચૌહાણ અને એ.એલ. બારસિયાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટમાં રૈયા ચોકડી પાસે રહેતા વિજયસિંહ ઉર્ફે કાસમ દિલુભા જાડેજા નામના 37 વર્ષના ઝડપી લેવામાં આવ્યો હતો.

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયેલા આ શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે દ્વારકા ઉપરાંત રાજકોટના જુદા જુદા વિસ્તારોમાંથી પણ મોટરસાયકલની ચોરી કરી હોવાની કબુલાત તેણે પોલીસ સમક્ષ આપી હતી. તેની પાસેથી પોલીસે રૂપિયા 45,000 ની કિંમતના બે મોટરસાયકલ ઉપરાત એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 45,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી જાહેરમાં પાર્કિંગમાં અથવા રોડ પર રહેલા મોટરસાયકલને ડાયરેક્ટ કરી, ચોરી કરવામાં માસ્ટરી ધરાવતો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઈ. ભાર્ગવ દેવ મુરારી, આકાશ બારસિયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, સચીનભાઈ નકુમ, પૂરીબેન સરઠીયા તથા નરશીભાઈ સોનગરા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular