છોટી કાશી જામનગરના આંગણે સર્વપ્રથમ વખત એચ.જે.લાલ પરિવાર દ્વારા આયોજીત મહાસોમયાગ અને શ્રી વિષ્ણુગોપાલ મહાયાગ પૂર્વે ગઈકાલે બપોર પછી વિશાળ અને ભવ્ય કળશ યાત્રાએ નગર ભ્રમણ ર્ક્યું હતું. ખંભાલીયા માર્ગ પર યજ્ઞસ્થળ શ્રી વલ્લભાચાર્યનગર ખાતે કળશયાત્રાનું સમાપન થયું હતું જયાં પદ્મભૂષણ પ.પૂ.ગો.ડો.ગોકુલોત્સવજીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને વચનામૃત સંભળાવ્યા હતાં.
શહેરમાં અભૂતપૂર્વ કહી શકાય તેવા વિરાટ વાજપેયી બૃહસ્પતિ મહાસોમયાગ મહાત્સવ અને શ્રી વિષ્ણુ ગોપાલ મહાયાગ તા.25 થી તા.30 જાન્યુઆરીના દિવસોમાં શહેરની ભાગોળે ખંભાળીયા ધોરીમાર્ગ પર લાલ પરિવારની વાડીની જગ્યા પર ઉભા ક2ાયેલા શ્રી વલ્લભાચાર્યનગર માં આયોજીત કરાયા છે.
જામનગરના આંગણે આ અિતિય ધર્મકાર્યના આગલા દિવસે ગઈકાલ બુધવારે બપોરે સાડા ત્રણ વાગ્યે 501 કળશ ધારી બહેનો સાથે ભવ્ય-વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ સ્વસ્તિક સોસાયટી સ્થિત અશોકભાઈ લાલના નિવાસ સ્થાન વાત્સલ્ય પરથી થયો હતો. આ શોભાયાત્રામાં વૈષ્ણવ ર્ક્તિન મંડળી, બેન્ડવાજા અને ડી.જે.ના ભક્તિ સંગીત સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં.
કળશયાત્રામાં મુખ્ય કળશ ઈંદોરના પદ્મભૂષણ પ.પૂ.ગો.ડો.ગોકુલોત્સવજી મહારાજ, સોમયજ્ઞ સમ્રાટ પૂ.પા.ગો.ડો.વ્રજોત્સવજી મહોદય સાથે યજમાન પરિવારના મોભી માતુશ્રી મંજુલાબેન લાલ, અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલ, કેદાર (હરી) જીતેન્દ્રલાલ, રેખાંશ વિરાજ લાલ, ક્રિધા મિતેષ લાલ ઉપરાંત લાલ પરિવારના કુટુંબીજનો ધોડાવાળી બગી તેમજ રથમાં અને મોટરકારમાં બેસીને જોડાયા હતાં અને 501 કળશધારી બહેનોની પદયાત્રા નગરજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
આ કળશયાત્રા સ્વસ્તિક સોસાયટીમાં અશોકભાઈ લાલના નિવાસ સ્થાને પ્રારંભ થઈ જીતુભાઈ લાલના નિવાસ સ્થાનેથી ગુરૂદતાત્રેય મંદિર રોડથી ડી.કે.વી.કોલેજ સર્કલથી બેડીબંદર રોડ પર થઈને પારસ સોસાયટી સુધી પથ સંચલન પહોંચી હતી. અહિંથી કળશયાત્રાના કળશધારી બહેનો બસમાં બેસીને તથા અન્ય જોડાયેલા સૌ કોઈ 60 મોટરકારના કાફલા સાથે શરૂ સેકશન રોડથી ખોડીયાર કોલોની રોડ પરથી દિગ્જામ રેલ્વે ઓવરબ્રિજ પરથી મહાકાળી ચોક ખાતે લાલ પરિવારની જગ્યા ખાતે નાનકડો વિરામ લઈને સમર્પણ સર્કલ થઈ જુની આર.ટી.ઓ.ચેક પોસ્ટ નજીક લાલ પરિવારની વાડી ખાતે યજ્ઞ સ્થળ પર પૂર્ણ થઈ હતી.
યજ્ઞ સ્થળ શ્રી વલ્લભાચાર્યનગર ખાતે વિશાળ ડોમમાં ઉભી કરાયેલી યજ્ઞશાળામાં તમામ કળશ પધરાવાયા પછી બાજુમાં ઉભા કરાયેલા મનોરથ સ્થળ પર યજમાન લાલ પરિવાર સહિતના સૌ ઉપસ્થિત ભાવિકોને પૂ.મહારાજએ વચનામૃત પાઠવવા સાથે મહાસોમયાગ યજ્ઞ અને શ્રી વિષ્ણુગોપાલ મહાયાગનું શાસ્ત્રોક્ત મહાત્મય વર્ણવ્યું હતું. આ પછી સૌ ભાવિકો માટે યજ્ઞ સ્થળ પર પ્રસાદ ધરમાં મહાપ્રસાદ લીધા પછી કાર્યક્રમ સંપન્ન થયો હતો.