જામનગરમાં હોળી – ધૂળેટીનો તહેવાર હોય તેમજ મુસ્લિમ સમાજનો રમઝાન માસ ચાલી રહ્યો હોય. જેથી શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સિટી એ ના પીઆઈ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હિન્દુ – મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિસમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પીએસઆઈ ડી.જી.રામાનુજ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ વિસ્તારના હિન્દુ – મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.