Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો

જામનગર શહેરમાંથી ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો

સિટી એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે મહાપ્રભુજીની બેઠક પાસેથી દબોચ્યો : બાઈક કબ્જે કરી પૂછપરછ

- Advertisement -

જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠકથી અન્નપૂર્ણા ચોકડી તરફના માર્ગ પરથી પસાર થતા તસ્કરને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક તરફથી અન્નપૂર્ણા ચોકડી તરફ બાઈક પર પસાર થવાની પો.કો. ઋષિરાજસિંહ જાડેજા, રાકેશ ચૌહાણને મળેલી બાતમી તથા સીસીટીવી ફુટેજના આધારે પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જીજે-10-ડીબી-5029 નંબરના બાઈક પર પસાર થતા દિપક ઉર્ફે પકુ પશુપતિનાથ મુદલિયા નામના શખ્સને આંતરીને પૂછપરછ કરતાં બાઈક ચોરાઉ હોવાની કેફિયત આપતા પોલીસે બાઈક કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular