Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન

દ્વારકા જિલ્લામાં ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 તથા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓના સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયોના પેપરો હાલ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગયા છે. જિલ્લામાં કોઈ ગેરરીતિ કે કોપી કેસ જેવા બનાવ નોંધાયા નથી. હવે માત્ર વૈકલ્પિક પરીક્ષાઓ જ બાકી રહી છે.

- Advertisement -

જિલ્લાના પરીક્ષા સમિતિના પ્રમુખ તથા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા બોર્ડની પરીક્ષાઓ અંગેનું સફળ આયોજન કરીને જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર તમામ મુખ્ય વિષયોમાં ત્રીજી આંખની જેમ વર્ગ-2 તથા વર્ગ- 3 ના ઓબ્ઝર્વરો, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર દ્વારા સતત મોનિટરિંગ, આ અંગેના સૂચનાઓ-સૂચનો તેમજ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂર પડ્યે 108 ની વ્યવસ્થા, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ પરીક્ષા સ્થળ સંચાલકોને તાલીમ, ધોરણ 10 તથા ધોરણ 12 ના ઝોનલ અધિકારીઓ દ્વારા સમયસર સાહિત્ય પહોંચાડવું, વિતરણ તેમજ કલેક્શન કરવું, તથા તમામ કેન્દ્ર પર વીજળી, પંખા,લાઈટ, પાણી સહિતની વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે કરાઈ હતી. જેથી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હાલ મુખ્ય વિષયો પૂરા થયા છે. જેમાં એક પણ કેન્દ્રમાં કોપી કેસ જેવી ગેરરીતિ થવા પામી ન હતી.

જિલ્લામાં બોર્ડની ફ્લાઈંગ સ્ક્વોડ પણ ચેકિંગ અર્થે આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજાએ તમામ પરીક્ષા સ્થળોની જાત મુલાકાત લીધી હતી. પરીક્ષા દરમિયાન બીમાર થયેલા તેમજ મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓ માટે તુરંત જ ખાસ વિશિષ્ટ સગવડ અને વ્યવસ્થા કરાવવામાં આવી હતી. જે પણ પ્રશંસારૂપ બની રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular