જામનગર શહેરમાં રખડતા કુતરાઓનો આતંક વધી ગયો છે. વાહનચાલકો તેમજ રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે તેમજ કુતરાઓ દ્વારા બચકા ભરવાના બનાવો પણ વધી ગયા છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા કુતરાઓનું ખસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વર્ષોથી શહેરીજનોને સતાવી રહી છે. એવામાં હવે કુતરાઓનો આતંક પણ વધી ગયો છે શહેરના અનેક વિસ્તારોમાં કુતરાઓની સંખ્યા ખૂબ વધી ગઈ હોય, કુતરાઓ દ્વારા શહેરીજનોને બચકા ભરવાના બનાવો પણ વધી ગયા છે. તેમજ માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોની પાછળ પણ કુતરાઓ દોડ લગાવે છે. જેને પરિણામે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. જેને પરિણામે શહેરીજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે કોંગે્રસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ કુતરાઓનું ખસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જી. જી. હોસ્પિટલ, અપનાબજાર સહિતના વિસ્તારોમાંથી રખડતા કુતરાઓને પકડી ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.