જામનગર પીજીવીસએલ દ્વારા જામજોધપુર, લાલપુર તથા જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 421 વીજ જોડાણોમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમિયાન 85 વીજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 24.13 લાખના વીજ પૂરવણી બીલ ફટકારવામાં આવ્યાં હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર પીજીવીસીએલની ટીમ દ્વારા પીજીવીસીએલ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વીજ ચોરો પર તવાઈ હાથ ધરવામાં આવી હતી. વીજ ચોરીનું દુષણ ડામવા કુલ 41 જેટલી ટીમો દ્વારા જામનગર, જામજોધપુર અને લાલપુર તાલુકાના ગામોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામજોધપુર અને લાલપુર તાલુકાના બાલવા, ચૂર, વસંતપુર, ઈશ્ર્વરીયા, વેરાવળ, લાલપુર, મુરીલા, મેમાણા, ગજાણા તેમજ જામનગર તાલુકાના દડિયા, મોખાણા, લાવડિયા, ઢંઢા, કનસુમરા, મસીતિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં કુલ 421 વીજ જોડાણો ચેક કરતા 85 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.24.13 લાખના વીજબીલો ફટકારવામાં આવ્યાં હતાં. વીજ ચેકિંગને લઇ વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.