Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં એક સાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠતા હૈયાફાટ રૂદન

જામનગર શહેરમાં એક સાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠતા હૈયાફાટ રૂદન

માલિયાસણ નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: જામનગરના ત્રણ સહિત છ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત : દંપતી અને યુવતી સહિત ત્રણના મૃતદેહો જામનગર લઇ આવ્યા : ગુલાબનગરમાંથી એક સાથે ત્રણેયની અર્થી ઉઠી

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતો પરિવાર રાજકોટના સગા સંબંધીઓ સાથે ચોટીલા લગ્નમાં જતાં હતાં તે દરમિયાન રાજકોટ-અમદાવાદ રોડ પર માલિયાસણ નજીક પહોંચ્યા ત્યારે ટ્રકે રીક્ષાને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં જામનગરના ત્રણ સહિત છ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવતો યુવરાજભાઈ રાજુભાઈ નકુમ (ઉ.વ.25) નામનો યુવાન તેના ચોટીલામાં રહેતાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી તેની પત્ની શીતલબેન (ઉ.વ.24), બહેન ભૂમિ રાજુભાઈ નકુમ (ઉ.વ.22) નામના ત્રણેય વ્યક્તિઓ જામનગરથી રીક્ષામાં રાજકોટના નવાગામ (આણંદપર) આવ્યા હતાં જ્યાંથી શારદાબેન જીણાભાઈ નકુમ (ઉ.વ.60), નંદીનીબેન સાગરભાઈ સોલંકી (ઉ.વ.29) અને તેમની પુત્રી વેદાંશી (આઠ માસ) અને આનંદ વિક્રમભાઈ સોલંકી (ઉ.વ.24) નામના ચાર સગાઓ સાથે રીક્ષામાં ચોટીલા જવા રવાના થયા હતાં તે દરમિયાન માલિયાસણ પાસે પહોંચ્યા ત્યારે સામેથી પુરપાટ બેફીકરાઇથી આવી રહેલા કાળમુખા ટ્રકે રીક્ષાને હડફેટે લેતા રીક્ષા ટ્રકના આગળના ભાગમાં ઘુસી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો જે પોલીસે કલીયર કરાવ્યો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત સાતેય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં જામનગરના યુવરાજ નકુમ તેની પત્ની શીતલબેન, બહેન ભૂમિ અને રાજકોટના શારદાબેન, નંદિનીબેન તથા પુત્રી વેદાંશી સહિતના છ વ્યક્તિઓના કમાકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે રીક્ષામાં સવાર આનંદ સોલંકી નામના યુવાનને માત્ર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં જામનગરમાં દંપતી અને યુવતી સહિતના ત્રણેય મૃતદેહોને તેમના ઘરે ગુલાબનગર વિસ્તારમાં લઇ આવવામાં આવ્યા હતાં. જ્યાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને અકસ્માતમાં એક સાથે એક જ પરિવારના ત્રણ-ત્રણ યુવાઓના મોત નિપજતા અરેરાટી ફેલાઇ ગઇ હતી. આજે સવારે જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી યુવરાજભાઈ રાજુભાઈ નકુમ (ઉ.વ.25), પત્ની શીતલબેન યુવરાજ નકુમ (ઉ.વ.24), બહેન ભૂમિ રાજુભાઈ નકુમ (ઉ.વ.22) નામના ત્રણેય વ્યક્તિઓની એક સાથે અર્થી ઉઠતા હૈયાફાટ રૂદન થી વાતાવરણ શોકમય બની ગયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular