Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના રબાની પાર્કમાં બે પરિવાર વચ્ચે અથડામણ

જામનગરના રબાની પાર્કમાં બે પરિવાર વચ્ચે અથડામણ

ધુમાડો ઘરમાં જવાની બાબતે સમજાવવા જતાનું મનદુ:ખ : ચાર મહિલા સહિતના નવ શખ્સો દ્વારા યુવાન અને તેની માતા સહિતનાઓ ઉપર હુમલો : સામાપક્ષે બે મહિલા સહિતના છ શખ્સો દ્વારા યુવતી અને તેણીના પરિવારજનો ઉપર હુમલો કરી ધમકી : પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી

જામનગરમાં મોરકંડા રોડ પર આવેલા રબાની પાર્ક વિસ્તારમાં ઘરનો ધુમાડો ઘરમાં જવાની બાબતે સમજાવવા જતા બે પરિવારો વચ્ચે સામસામા કરાયેલા સશસ્ત્ર હુમલામાં અડધો ડઝનથી વધુ વ્યક્તિઓ ઘવાયા હતાં. ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ સામસામા મારામારીના બનાવમાં પોલીસે બન્ને પક્ષની ફરિાયદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મોરકંડા રોડ પર આવેલા રબાની પાર્ક વિસ્તારમાં રહેતા કાસીમભાઈ ઈસાભાઈ હિંગોરાના બહેન ગુલસનબેન ચંબડિયાના ઘરની બાજુમાં રહેતા હોય. જેથી જાકીર મહમદ ગોરીના ઘરનો ધુમાડો ગુલસનબેનના ઘરમાં જતો હોય જે બાબતે મંગળવારે બપોરના સમયે સમજાવવા ગયા હતાં. તેનો ખાર રાખી માયનોરબેન આસીફ ચૌહાણ, આસીફ ચૌહાણ, જાકીર મહમદ ગોરી, રેહાન જાકીર ગોરી, અયાન મહેમુદ રફાઇ, સોહીલ, નઝમાબેન જાકીર ગોરી, ફિઝાબેન જાકીર ગોરી અને સાનિયાબેન જાકીર ગોરી સહિતના નવ શખ્સોએ એકસંપ કરી ગુલસનબેનના ભાઈ કાસીમ હિંગોરાને જેમ ફાવે તેમ ગાળો કાઢી છરી અને ધોકાના ઘા ઝીંકયા હતાં. તેમજ વાળ પકડીને ઢીકાપાટુનો માર મારી મુઠ વડે હુમલો કર્યો હતો. ઉપરાંત કાસીમના માતા ફેરુનબેનને મુંઢ માર મારી બચકા ભર્યા હતાં તથા કાસીમના ભાઈ મોયનુદીન અને બહેન મુસ્કાનને બચકા ભરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

જ્યારે સામાપક્ષે કાસીમ ઈસા હિંગોરા, ગુલસનબેન અકબર ચંબડિયા, ખેરુનબેન ઈસા હિંગોરા, ઈસા ઓસમાણ હિંગોરા, મોઈનુદીન ઈસા હિંગોરા અને મુસ્કાન ઈસા હિંગોરા સહિતના છ શખ્સોએ એકસંપ કરી માયનોરબેન તથા તેના ભાઈ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઢસડીને મુંઢ ઈજા પહોંચાડી હતી. ઉપરાંત માયનોરબેનના માતા નઝમાબેન અને બહેન સાનિયા તથા ફિઝાને ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. સામાસામા કરાયેલા હુમલામાં અડધો ડઝનથી વધુ વ્યક્તિઓ ઘવાયા હતાં. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

સામસામા કરાયેલા હુમલા અંગેની જાણ કરાતા પીએસઆઈ ડી જી રામાનુજ તથા સ્ટાફે કાસીમ હિંગોરાના નિવેદનના આધારે નવ શખ્સો વિરૂધ્ધ હુમલો કરી ગાળો કાઢી ધમકી આપ્યાનો તથા સામાપક્ષે માયનોરબેનના નિવેદનના આધારે છ શખ્સો વિરૂધ્ધ હુમલો કરી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપ્યાની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular