જામનગર શહેરમાં બુધવારના રોજ ચેટીચાંદ પર્વની જાહેર રજા હોય શહેરની ક્રિષ્ના સ્કૂલ ચાલુ હોવાથી એનએસયુઆઈ જામનગરની ટીમ શાળાએ પહોંચી ગઈ હતી અને શાળા બંધ કરાવી રજા રાખવા અપીલ કરવામાં આવી હતી.
બુધવારના રોજ ચેટીચાંદ પર્વ નિમિત્તે જાહેર રજા હતી. જામનગર શહેરમાં પણ મોટાભાગની શાળાઓમાં જાહેર રજા પાડવામાં આવી હતી. આમ છતાં જામનગર શહેરમાં આવેલ ક્રિષ્ના સ્કુલ જાહેર રજા હોવા છતાં શિક્ષણ કાર્ય ચાલુ હોય આ અંગે જામનગર એનએસયુઆઈની ટીમને આ બાબત ધ્યાનમાં આવતા જામનગર યુવક કોંગે્રસ પ્રમુખ તૌફિસખાન પઠાણ ઉપરાંત એનએસયુઆઈના મહિપાલસિંહ જાડેજા, શકિતસિંહ સહિતના હોદ્ેદારો શાળા ખાતે પહોંચી જઇ પ્રિન્સીપાલ સાથે ચર્ચા કરી શૈક્ષણિક કાર્ય બંધ કરાવી રજા રાખવા અપીલ કરાઇ હતી.