જામનગરમાં આવેલ શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયની આચાર્ય પીઠ 5 નવતનપૂરીધામ ખીજડા મંદિરના નવીનીકરણ કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. જેમનું આવતીકાલે બપોરે 12:15 વાગ્યે ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં સંસ્થાના અનુયાયીઓ તેમજ દેશવિદેશથી મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની આચાર્યપીઠ 5 નવતનપૂરીધામ ખીજડા મંદિર આવેલું છે. આ મંદિરનું 400 વર્ષ પૂર્વે નિર્માણ થયું હતું. શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયનું આ પ્રથમ ધર્મસ્થાન છે તેમજ સંપ્રદાયના 1200 મંદિરો તથા 5 કરોડથી વધુ અનુયાયીઓનું તીર્થસ્થાન પણ છે. વર્ષ 2001 માં ભૂકંપ બાદ આ મંદિર અંગે સર્વે કરાયા બાદ સામાન્ય ર્જીણોધ્ધાર કરાયો હતો. ત્યારબાદ વર્ષ 2009 માં ફરી ર્જીણોધ્ધાર થયો હતો. ત્યારબાદ હવે મુળ મંદિરનું બાંધકામ ર્જીણશીર્ણ થઈ હતી. તેને નવેસરથી નિર્માણ કરવાનું નકકી કરવામાં આવ્યું છે. જેનું ખાતમુહૂર્ણ અખાત્રીજના શુભદિવસે એટલે કે આવતીકાલે બપોરે 12:15 વાગ્યે રાખવામાં આવ્યું છે.
ભારતીય શિલ્પશાસ્ત્ર પ્રમાણે નાગર શૈલીમાં રાજસ્થાનના લાલ ગુલાબી પથ્થરોમાંથી આ મંદિરનું નિર્માણ થશે. મંદિર નિર્માણમાં લગભગ દોઢ લાખ ઘનફુટ પથ્થરોનો ઉપયોગ થશે. મંદિરોની દિવાલોમાં તેમજ પીલરોમાં વ્રજની લીલા, રાસની લીલાનો સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવશે. મંદિરને કલાત્મક બનાવવાનું હોય. તેથી અંદાજીત અઢી થી ત્રણ વર્ષનો સમય નિર્માણ કાર્ય માટે લાગશે તેમજ પત્રકાર પરિષદમાં શ્રી 5 પવતનપૂરીધામ ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણિજી મહારાજએ જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં સ્વામી લક્ષ્મણદેવ મહારાજ, શત્રુજ્ઞ અગ્રવાલ, મનસુખભાઈ સંઘાણી, ગૌતમભાઈ ઠકકર, શશીબેન મિતલ, બ્રિજેશભાઈ, ડો. જોગીનભાઇ જોશી, જી.એલ. તનેજા સહિતના ટ્રસ્ટીઓ – અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.