દરત્રણ વર્ષે આવતાં અધિક માસનો આજે છેલ્લો દિવસ, છોટીકાશીમાં આખા મહિના દરમિયાન ભક્તોએ ભગવાન પુરુષોત્તમની પૂજા-અર્ચના કર્યા બાદ આજે અમાસના અધિક માસ બાદ આવતીકાલથી દ્વિતિય શ્રાવણ માસનો શુભારંભ થતાં ભક્તો ભક્તિમાં તરબોળ થતાં કાશિ વિશ્ર્વનાથ મહાદેવ મંદિરમાં આજ સવારથી જ પૂજા કરતાં શ્રધ્ધાળુઓ દેખાયા હતાં. છોટીકાશીના તમામ શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ગુંજી ઉઠયા હતાં.