મુળ જામનગર નિવાસી ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત કલ્પજયસૂરીશ્વરજી મહારાજનું બનાસકાંઠાના ઋણીતિર્થ ખાતે કાળધર્મ પામતા આજે પાલખી યાત્રા યોજાઇ હતી. તેમની પાલખી યાત્રાની વિશિષ્ટ પાલખી જામનગરમાં તૈયાર કરી ઋણીતિર્થ લઇ જવામાં આવી હતી.
ઓશવાળ સમાજના ગૌરવસમાન અને ભારતભરના સમસ્ત જૈન સંઘના નાયકનું બિરૂદ મેળવનાર ગચ્છાધિપતિ કલ્પજયસૂરીશ્વરજી મહારાજનો જન્મ જામનગરમાં થયો હતો. તેમનું સંસારી નામ કિરણકુમાર લાભુભાઇ ઝવેરી હતું. 9 ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તેમણે જામનગરમાં વિનિયચંદ્ર સુરીજી મહારાજની નિશ્રામાં દિક્ષા અંગિકાર કર્યા બાદ ગણીપદી, પંન્યાસ પદવી, આચાર્ય પદવી, તેમજ ગચ્છાધિપતિ પદવી પ્રાપ્ત કરી હતી.