રામ નવમીના તહેવાર દરમિયાન ઉના ખાતે યોજાયેલ એક કાર્યક્રમ કાજલ હિન્દુસ્તાની ભાષણ અંગે થયેલ કેસમાં તેમના જામીન મંજૂર મળતા જામનગરમાં હિન્દુ સંગઠનો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
રામ નવમીના તહેવાર પર કાજલ હિન્દુસ્તાની એ ઉના ખાતે એક જાહેર સભામાં ભાષણ કર્યું હતું. આ ભાષણ મુદ્દે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કાજલ હિન્દુસ્તાનની ધરપકડ કરી હતી. બાદમાં કાજલ હિન્દુસ્તાનીના જામીનના મંજુર કરી જૂનાગઢ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. જોકે ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરતા જામનગર પંચેશ્ર્વરટાવર ખાતે હિન્દુ સેના, વી હી પ, બજરંગ દળ, દુર્ગાવાહિની, હિન્દુ જાગરણ મંચ, વી વી ચેરીટેબલ ટ્રસ્ટ નારી ગુંજ, બ્રહ્મદેવ સમાજ વગેરે હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ફટાકડા ફોડી તેમજ પેંડા વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.