Thursday, April 25, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા રૂા.122 કરોડ 59 લાખના કામોને મંજૂરી

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા રૂા.122 કરોડ 59 લાખના કામોને મંજૂરી

સીસી રોડ, ભૂગર્ભ ગટર, આંગણવાડી કેન્દ્ર બનાવવા, ભૂજીયા કોઠાના રેસ્ટોરેશન સહિતના કામો મંજૂર : ઠેબા બાયપાસ પાસે ફલાય ઓવર, સમર્પણ જંકશન પાસે ફલાયઓવર, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિતના પ્રોજેકટને સૈધ્ધાંતિક મંજૂરી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બુધવારે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં ભૂગર્ભ ગટર, સીસી રોડ, ભૂજીયા કોઠા સહિતના વિવિધ વિકાસ કામોના રૂા.122 કરોડ 59 લાખના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેષભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડીંગ કમ્ટિહીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વોર્ડ નં.1-5-6-7 માં રૂા. 25 લાખના ખર્ચે ભુગર્ભ ગટરના કામો, વોર્ડ નં.10-11-12 અને 13 માં રૂા.21 લાખના ખર્ચે ભૂગર્ભ ગટરના કામો, વોર્ડ નં.8-14-15-16 માં રૂા.25 લાખના ખર્ચે ભૂગર્ભ ગટરના કામો, વોર્ડ નં.2-3-4-9 માં રૂા.21 લાખના ખર્ચે ભૂગર્ભ ગટરના કામો, વોર્ડ નં.14મા જૂની નવાનગરે બેંકથી દિ.પ્લોટ 49 સુધી રૂા.16.01 લાખના ખર્ચે સીસી રોડ બનાવવા, વોર્ડ નં.7 ના પ્રમુખ પાર્ક સોસાયટીમાં રૂા.110.99 લાખના ખર્ચે હૈયાત ગાડા માર્ગ પર સીસી રોડ બનાવવા, રૂા.9.07 લાખના ખર્ચે રણજીતસાગર ડેમ પાસે એનિમલ સેલ્ટર હોમ બનાવવા, વોર્ડ નં.5-9-13-14 માં પાંચ લાખના ખર્ચે કેનાલ બ્રીજના કામો, વોર્ડ નં.10-11-12 માં પાંચ લાખના ખર્ચે સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગે્રડેશન ઓફ ગટર વર્કસના કામો, વોર્ડ નં.2-3-4 માં રૂા.4 લાખના ખર્ચે સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગે્રડેશન ઓફ ગટર વર્કસના કામો, વોર્ડ નં.10-11-12માં રૂા.114 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્ર બનાવવા, વોર્ડ નં.2-3-4 માં રૂા.60.62 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્ર બનાવવાના કામોને મંજૂરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત સિવિલ શાખા વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં ગાર્ડનના હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવા, વોર્ડ નં.1 થી 8 માં ગાર્ડનના હેતુ માટે ટે્રકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવા, વોર્ડ નં.9 થી 16 માં ગાર્ડનના હેતુ માટે ટે્રકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવા, વોર્ડ નં.6 માં બળદેવનગર, સેનાનગર, વાયુનગર, મુરલીધર તથા તીરૂપતિ -1 સોસાયટીની આંતરિક શેરીગલ્લીઓમાં સીસીરોડ બનાવવા, વોર્ડ નંબર 8 તથા 15ના વિસ્તારમાં સીસી રોડ / સીસી બ્લોકના કામો, રાધિકા સ્કૂલથી હાપા માર્કેટીંગ યાર્ડ પાસેના મુખ્ય રોડ સુધીના હૈયાત મેટલ રોડ પર આસ્ફાલટ રિકાર્પેટીંગ કરવાના કામો, સ્વામિનારાયણનગરથી ગાંધીનગર તરફ જતા ડી પી રોડ પર આસ્ફાલટ રોડ બનાવવા, શહેરમાં આવેલ નવી વિકસિત સોસાયટીઓમાં તેમના દ્વારા રાખેલ સફાઈ કામદારો માટે સોસાયટીઓને ચૂકવવાનો થતો ખર્ચ, સોલીડ વેસ્ટ શાખા માટે 500 નંગ ટવીન બીન્સની ખરીદી, જુદી-જુદી જગ્યાએ ટેમ્પરી ડેકોરેશન અને આનુસંગિક વ્યવસ્થાના કામો, વોર્ડ નં.1, વોર્ડ નં.6 માં સીસી રોડ/સીસી બ્લોકના કામો મંજૂર કરાયા હતાં. ઓડીટ શાખાના પટ્ટાવાળા જગદીશ ગોહિલ અને સલ્માબેન મુરીમાને પગારમાં વિસંગતતા દૂર કરવા, પાબારી હોલ સંચાલન પાંચ વર્ષ માટે જમનાદાસ ગોકલદાસ પાબારી ચેરીટેબલ ટ્રસ્ટને સોંપવા મંજૂરી આપવામાં આવી હતી.

- Advertisement -

તેમજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્માર્ટ લાઈબ્રેરી તથા શહેરમાં એક અદ્યતન લાઈબ્રેરી બનાવવા, ઠેબા બાયપાસ જંકશન પર સીકસલેન ફલાય ઓવરબ્રીજ બનાવવા, સમર્પણ સર્કલ જંકશન પર ફલાયઓવરબ્રીજ બનાવવા, ખંભાળિયા રોડ પર હોટલ વિશાલ પાછળ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવા, મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્ષ બનાવવાના કામોને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી તેમજ ભુજીયા કોઠાના ફેસ-2 ના રેસ્ટોરેશન સહિતના કામો માટે રૂા.1432.89 લાખના કામો સહિત કુલ રૂા.122 કરોડ 59 લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મેયર વિનોદભાઇ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, સીટી એન્જીનિયર ભાવેશભાઇ જાની તથા ઈન્ચાર્જ આસી. કમિશનર (ટેકસ) જીગ્નેશ નિર્મળ ઉપરાંત સ્ટે. કમિટીના નવ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular