Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરએમ્યુઝમેન્ટ પાર્કમાં આઝાદીના અમૃત મહોત્સવનું મેમોરિયલ બનાવશે જામ્યુકો

એમ્યુઝમેન્ટ પાર્કમાં આઝાદીના અમૃત મહોત્સવનું મેમોરિયલ બનાવશે જામ્યુકો

શહેરની હદમાં આવી ગયેલાં આ ત્રણ હાઇ-વેની જવાબદારી હવે મનપાની

- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગર શહેરના એમ્યુઝમેન્ટ પાર્કમાં મેમોરિયલ બનાવવામાં આવશે. જયારે જામનગર શહેરનીહદમાં વધારો થયા બાદ શહેરમાં સમાવિષ્ટ થયેલાં રાજયસરકાર હસ્તકના 3 રસ્તાઓ મહાપાલિકા હસ્તગત કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -

ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને ગુરૂવારે યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાંક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતાં. જેમાં એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલાં યોગાહોલમાં આઝાદીકા અમૃત મહોત્વ અંતર્ગત મેમોરિયલ બનાવાના કામનો સૈધાંતિક સ્વિકાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જામનગર શહેરની હદમાં વધારો થયા બાદ શહેરની હદમાં આવી ગયેલાં જામનગર ખંભાળિયા હાઇ-વેનો 1.40 કિ.મી.નો હસ્સિો 1.20 કિ.મી.નો એરપોર્ટને જોડતો એપ્રોચ રોડ તથા જામનગર-લાલપુર રોડ પરનો 1.70 કિ.મી.નો હિસ્સો મહાપાલિકા હસ્તક કબ્જે લેવાં સૈધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. હવેથી આ માર્ગની મરામત અને જાળવણીની જવાબદારી જામનગર મહાપાલિકાની રહેશે.

ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પ્રાપ્ત થયેલી કુલ 75 કરોડની ગ્રાન્ટ અન્વયે શહેરમાં આંતરમાળખાકિય સુવિધાના કામો હાથધરાવા પણ આ બેઠકમાં સૈધાંતિક સ્વિકાર કરવામાં આવ્યો હતો. શહેરના જુદા-જુદા ઝોનમાં માર્ગોમાં પડેલાં ગાબડાં તેમજ સિમેન્ટ રોડના ચરેડા, પૂરવા માટે 20 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. જયારે જામ્યુકોની લાઇટશાખામાં નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા પર કોન્ટ્રાકટ બેઇઝડથી નિમણુંક આપવા ઠરાવવામાં આવ્યું હતું.

- Advertisement -

સ્થાયી સમિતિની બેઠકમાં જામ્યુકોમાંથી વય મર્યાદાને કારણે નિવૃત થયેલાં નાથાભાઇ પાલાભાઇ યાદવ, ભૂપત જાદવજીભાઇ જેઠવા, ભીખુભા લાલુભા જાડેજા, ગોમીબેન ઉકાભાઇ અને ભારતીબેન બચુભાઇનું પદાધિકારીઓ દ્વારા નિવૃતિ સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યૂ.મેયર તપન પરમાર, આસિ.કમિશનર ડાંગર તેમજ જુદાં જુદાં વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular