જામનગર શહેરમાં થયેલા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં માર્ગો પર ખાબોચીયા ભરાઇ જતાં વાહન ચાલકો પરેશાન થયા હતાં. આ દરમિયાન જામનગર શહેરના સુમેર કલબ મેઇન રોડ પર એક્સિસ બેંકની સામેના ભાગમાં ભૂવો પડતાં જામનગર મહાનગરપાલિકાની કચરાની ગાડી તેમાં ફસાઇ હતી. જેના પરિણામે એસ.ટી. બસ સ્ટેશન જવાનો મેઇન રોડ હોય, ગાડી ફસાતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી અને ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શરુઆત થઇ હતી. આ ઘટનાના પગલે તંત્ર દ્વારા આ ગાડી ખાડામાંથી દૂર કરવા અને વાહન વ્યવહાર પૂર્વવત કરી ટ્રાફિક દૂર કરવા કવાયત હાથ ધરી હતી.


