Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોએ રિવાઇઝડ સેટઅપમાં કર્યો સુધારો, 207 જગ્યાનો ઉમેરો - VIDEO

જામ્યુકોએ રિવાઇઝડ સેટઅપમાં કર્યો સુધારો, 207 જગ્યાનો ઉમેરો – VIDEO

રણજીતસાગરથી પંપહાઉસ પાઇપલાઇન માટે અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવાશે 136 લાખનું વળતર

- Advertisement -

2015માં મંજુર થયેલાં જામનગર મહાપાલિકાના રિવાઇઝડ સેટઅપમાં સુધારો કરી નવી 207 જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. અગાઉ મંજૂર થયેલી 1036 જગ્યાઓ સામે હવે કુલ 1243 જગ્યાઓ પ્રપોઝ કરવામાં આવી છે. જયારે રણજીતસાગરથી પંપહાઉસ સુધી પાણીની પાઇપલાઇન માટે ખેડૂતોને રૂા. 136 લાખનું વળતર ચૂકવવા મંજુરી આપવામાં આવી છે.

- Advertisement -

ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં 2015માં મંજુર થયેલા રિવાઇઝડ સેટઅપમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં વર્ગ -1ની કુલ 14, વર્ગ-રની 107, વર્ગ-3ની 193 જયારે વર્ગ-4ની 390 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓડિટ શાખામાં મંજૂર થયેલ રિવાઇઝડ સેટઅપમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. ઓડિટ શાખામાં કુલ 27 જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. જયારે સેક્રેટરી શાખામાં સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, મેયર, ચેરમેનના પીએ, કલાર્ક, ઓપરેટર પટ્ટાવાળા, ડ્રાઇવર સહિત કુલ 36 જગ્યાનો સમાવેશ થાય છે.

- Advertisement -

આ ઉપરાંત રણજીતસાગર ડેમથી પંપ હાઉસ સુધી 7 કિલોમીટરની 1000 એમએમની પાઇપલાઇન નાખવા માટે જે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમનો કુલ 136 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું મંજૂર કરવામાં આવ્યું છે. જયારે સાંઢિયા પુલ પાસે રેલવે ટ્રેકને સમાંતર 18મીટર પહોળાઇનો ડીપી રોડ બનાવવાના કામનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 2.13 કરોડના જુદા-જુદા કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, ડેપ્યુટી કમિશનર, યોગીરાજસિંહ ગોહિલ, સીટી ઇજનેર ભાવેશ જાની, આસી. કમિશનર જીગ્નેશ નિર્મલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular