જામનગર મહાનરગપાલિકા ધ્વારા નવનિયુકત કર્મચારીઓના નિમણૂંક આદેશ વિતરણ તથા સ્વચ્છતા સર્વેક્ષણ-ર3 અંતર્ગત અલગ અલગ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવાના કાર્યક્રમ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના 200 અવેજી સફાઈ કર્મચારીઓના નિમણૂંક આદેશો વિતરણનો જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
સ્વચ્છતા સર્વેક્ષણ-ર0ર3 અંતર્ગતની અલગ અલગ સ્પર્ધાઓ અન્વયે જીંગલ, શોર્ટ મુવી, વોલ પેઈન્ટીંગ, શેરી નાટકો અને ચિત્ર સ્પર્ધાની કેટેગરીઓમાં કુલ-100 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, ધ્વીતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સ્વચ્છતા, સોર્સ સેગી્રગેશન વિગેરે માપદંડો આધારિત શહેરની અલગ અલગ હોટલ, હોસ્પિટલ, મહોલ્લા, માર્કેટ એસોશિએશન, શાળાઓ અને સરકારી ઓફિસો મળીને કુલ-191 એકમોનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, ધ્વીતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં ચેરમેન મનીષભાઈ કટારીયા, ડે. મેયર તપનભાઈ પરમાર, શાસકપક્ષા નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કરગથરા, આસી. કમિશ્નર કોમલબેન પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, સેનીટેશન ચેરમેન જેન્તીભાઈ ગોહિલ તથા મ્યુનિસીપલ સભ્યોઓ વિગેરે મહાનુભાવોના હસ્તે ઓર્ડર, સર્ટીફીકેટ, શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.


