IPL-2025ની વિજેતા ટીમ RCBને જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, “RCBએ બે કેચ પાડયા છતાં વિજય મેળવવાના ખૂબ ખૂબ અભિનંદન.” તેમજ વિરાટ કોહલીને તેના IPL કેરિયરના યોગ્ય સમાપન માટે ખાસ શાબાશી આપી હતી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, આજે હું ખૂબ ખુશ છું. કારણ કે, દેશની અડધાથી વધુ ક્રિકેટપ્રેમી વસ્તી પણ ખૂબ જ ખુશ હશે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, મારા માટે સાંજનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેના દ્વારા પ્રદર્શિત કરાયેલા આશ્ર્ચર્યજનક અને અદ્ભૂત ફલાયપોસ્ટ હતું. પરંતુ ઓફસોસની વાત એ છે કે, ભારતીય વાયુસેનાના કયા સ્કવોડ્રન અને કયા વિમાને આ મનમોહક અદ્દભૂત ફલાયપોસ્ટમાં ભાગ લીધો હતો. તેની કોઇ જાહેરાત કરી ન હતી. છતાં પણ હું IAFને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.


