જામનગરમાં છેલ્લાં 10 દિવસથી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે જામનગર શહેરમાં બેડી ગેઈટ નજીક આવેલ દગડુ શેઠ સાર્વજનિક ગણેશ મહોત્સવ અને એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા વધુ એક વખત ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
દર વર્ષે ગણેશ મહોત્સવમાં કંઈક અનોખું કરવાના હેતુ સાથે દગડુ શેઠ સાર્વજનિક મહોત્સવમાં વિવિધ આયોજનો થતાં હોય છે. જ્યારે આ વર્ષે સાક્ષરતા દિવસ નિમિત્તે વિશ્વની સૌથી લાંબી માર્કર પેન બનાવવામાં આવી હતી. ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોડમાં સાક્ષરતા દિવસે જામનગર વધુ એક સિધ્ધી નોંધાવશે કેરલનો 9 ફૂટનો માર્કરનો રેકોર્ડ એઈટ વન્ડર્સ ગુ્રપ દ્વારા દગડુ શેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં બ્રેક કરી 9માં વિશ્વની વિક્રમ નોંધાવશે. વિશ્વની સૌથી મોટી 23 ફૂટ અઢી ઈંચની માર્કર પેન બનાવવામાં આવી જે માત્ર 24 કલાકના સમયગાળામાં જ તૈયાર કરવામાં આવી હતી.
અગાઉ આ ગુ્રપ દ્વારા બીજા 8 રેકોર્ડ સર્જવામાં આવ્યાં હતાં. જેમાં સૌથી મોટી ભાખરી, થંબ પેઈન્ટીંગ, લાડુનો પ્રસાદ, સૌથી મોટી અગરબતી અને જ્યારે આ વખતે આ ગ્રુપ દ્વારા સૌથી મોટી માર્કર પેન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જામનગરના દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દ્વારા આ વખતે 26 મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. જેમાં સેવ્સ સોઈલ અભિયાન અંતર્ગત કંતાન, કાપડ, ઘઉં, ચોખા, બાજરી જેવા વિવિધ ધાન્યનો ઉપયોગ કરી ઈકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી હતી. દગડુ શેઠ સાર્વજનિક ગણેશ મહોત્સવ તથા એઈટ વન્ડર ગ્રુપ દ્વારા અગાઉ 45 કિલોગ્રામની ભાખરી, 11,111 લાડુ, 51 ફૂટની અગરબતી, 51 ફૂટ થમ્બ પેઈન્ટીંગ, 41 ફૂટની વર્લ્ડકપ ટ્રોફી, 86 ફૂટ લાંબી બાઈક, 791 કિલોનો સાત ધાનનો ખીચડો બનાવી ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યા બાદ આ વર્ષે વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે વિશ્વની સૌથી માર્કર પેન બનાવી હતી અને આ માર્કર પેન વડે ગણપતિજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.
એઈટ વન્ડર ગ્રુપના કેવલસિંહ રાણા, દિલીપભાઈ વારોલિયા, નિલેશસિંહ પરમાર, કલ્પેશ વાડોલિયા, બકુલ નાનાણી, પ્રિયાંકભાઈ શાહ, જયેશ જોશી, યોગેશભાઈ કણજારિયા, દિલીપસિંહ જેઠવા, પ્રતાપસિંહ ચૌહાણ, બિપીનભાઈ મહેતા, જીતુભાઈ ગઢવી, મિતેશ ઠાકોર, હરીભાઈ, ગોપાલભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ, વિપુલ પીઠડિયા, કુનાભાઇ નાનાણી તથા કપિલભાઈ સોલંકી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.